Throughout the Swaminarayan Sampraday, Sarangpur is revered as a place of pilgrimage. Sanctified by Bhagwan Swaminarayan and the Guru Parampara, each year, this small village plays host to one of India’s largest festivals – Pusphadolotsav (Fuldol). As such, this year’s Fuldol celebration will be celebrated with both color and excitement in the presence of P. P. Pramukh Swami Maharaj.
Regarding Accommodations
-
Since the festival is in the evening, it is possible for devotees from Gujarat to attend the festival in the evening and then return home the same night. Also, a significant number of devotees will be arriving from abroad and outside of Gujarat to attend the festival. For these reasons, there will be no accommodations, in either Sarangpur or Gadhada, provided for devotees from Gujarat. We apologize for any inconvenience and request your support in these arrangements.
-
Devotees from abroad and outside Gujarat will be provided accommodations starting Sunday, February 28, 2010.
For accommodations, please register by clicking below.
You will receive an instant Accomodation ID number.
“Accommodation
Request Form”
-
If for whatever reason you wish to cancel or change your reservation, please contact the Accommodations Office immediately.
It is not recommended
to bring any valuable possessions such as mobile phones and digital
cameras to the festival ground.
For
additional details, please contact:
Sarangpur Mandir Accommodations Office
Phone: 9998995617
e-mail: bapsfuldol@gmail.com
(Phone will be active after February 15th)
|
ભગવાન સ્વામિનારાયણે જ્યાં ઐતિહાસિક રંગોત્સવ ઊજવ્યો છે એ નૈõમિષારણ્ય તીર્થ સારંગપુરમાં પ્રતિવર્ષ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીમહારાજની ઉપસ્થિતિમાં ઉજવાતો પુષ્પદોલોત્સવ હરિભક્તોમાં અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સારંગપુરમાં પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં પુષ્પદોલોત્સવ દિવ્યતાથી ઉજવાશે. આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હજારો હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી.
- આ વર્ષે તા. ૧/૩/૨૦૧૦, સોમવારના રોજ ફૂલદોલનો સમૈયો સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન ઉજવાશે.
- પુષ્પદોલોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે. આથી જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો સમૈયા પછી લાભ લેવા આવે એ ઇચ્છનીય છે.
ઉતારા અંગે સૂચનાઓ :
-
પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને તા. ૨૮/૨/૨૦૧૦, રવિવારના દિવસે સારંગપુર ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલા ન આવે તે ઇચ્છનીય છે.

-
ઉતારાની અગવડને લીધે પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો સમૈયામાં ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે. ગુજરાતના હરિભક્તો સમૈયાના દિવસે નીકળી ઉત્સવના સમયે સારંગપુર પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈ હરિભક્તોની સમૈયાના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
-
વેબસાઇટ ઉપર ઉતારા
રીક્વેસ્ટ ફોર્મ ઉતારા રીક્વેસ્ટ ફોર્મ પ્રાપ્ત થશે. તથા તે રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર પણ પ્રાપ્ત થશે.
-
કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો પણ સારંગપુર ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.
ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ
(તા. ૧૫/૨/૨૦૧૦ પછી આ નંબર પર સંપર્ક કરી શકશો.)
ફોન નં. : ૯૯૯૮૯૯૫૬૧૭
E-Mail : bapsfuldol@gmail.com
અન્ય
સૂચના :
જરૂર પૂરતો જ સામાન સાથે લાવવો. કિંમતી વસ્તુઓ અને વધારે રોકડ રકમ સાથે ન લાવવી. મોબાઈલ ફોન જેવી અનિવાર્ય જણાતી વસ્તુઓ સાથે લાવે તો પોતે જ કાળજીપૂર્વક સાચવવી. |