Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વાગત દિન

તા. ૨૪-૬-૦૭ના રોજ મંદિરના સભાગૃહમાં એક વિશિષ્ટ સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સને ૨૦૦૪માં આ મંદિરની પ્રતિષ્ઠા કર્યા બાદ ત્રણ વર્ષે અહીં પધારી રહેલા સ્વામીશ્રીને સત્કારવા માટે સમગ્ર સાઉથ વેસ્ટ રિજિયનના હરિભક્તોનું હૈયું ઉત્સાહથી છલકાતું હતું. આ યુગપુરુષને સત્કારવા માટે ૪,૦૦૦ કરતાં પણ વધારે હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા.
સભાના મંચની પાર્શ્વભૂમાં રંગબેરંગી એલ.ઈ.ડી. લાઇટો વડે ત્રિપરિમાણીય અક્ષરધામનું દૃશ્ય શોભી રહ્યું હતું. હ્યુસ્ટન ક્ષેત્રના કિશોરો-યુવકોએ ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. આ પ્રસંગે ભારતના હ્યુસ્ટન ખાતેના કોન્સલ જનરલ શ્રી શશીશેખર એમ. ગવાઈ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રી તેમજ સ્વયંસેવકોના સેવાકાર્યને બિરદાવતાં તેઓએ જણાવ્યું હતું : 'હું આજે ખરેખર ધન્યભાગી થયો છું. હું પ્રમુખસ્વામીજીનું સ્વાગત કરું છું. આજે આવા મહાન સંત સાથે સત્સંગ થયો છે એ મારા જીવનની ધન્ય ઘડી છે. અહીં સ્વયંસેવકો દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે એ બધા માટે પ્રેરણારૂપ છે. અહીંના સ્વયંસેવકો ધ્યેયમાં અત્યંત સ્પષ્ટ છે. પ્રમુખસ્વામી દ્વારા તેઓને પ્રેરણા મળે છે. પ્રમુખસ્વામીજી અધ્યાત્મના શક્તિસ્રોત છે.'
ત્યાર બાદ હ્યુસ્ટન મંદિર વતી અનિર્દેશ સ્વામી તથા સંતો, સમગ્ર અમેરિકા સત્સંગ મંડળ વતી ડૉ. કે. સી. પટેલ અને સાઉથ વેસ્ટના ટ્રસ્ટી બૉર્ડના સભ્યો અને કૉ-આૅર્ડિનેટરોએ બાલિકા મંડળે બનાવેલો નિયમ ગૂંથેલો હાર સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે હ્યુસ્ટનની અનેક જાહેર સંસ્થાના પ્રતિનિધિઓ પણ સ્વામીશ્રીનું સ્વાગત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિનિધિઓમાં ગ્રેટર હ્યુસ્ટનના ગુજરાતી સમાજના પ્રમુખ ગોપાલભાઈ પટેલ, હ્યુસ્ટનના ત્ખ્ઘ્ઘ્ના પ્રમુખ ડૉ. અતુલભાઈ વરભાચાર્ય, હ્યુસ્ટનના જ્ત્લ્ના ચૅરમૅન શ્રી કૃષ્ણ વાવીલાલા, સ્ણ્ભ્ના પ્રેસિડન્ટ પ્રવીણભાઈ વ્યાસ, ગ્રેટર હ્યુસ્ટન આર્યસમાજના પ્રેમચંદભાઈ શ્રીધર, ત્ઘ્ઘ્ના પ્રતિનિધિ, ચિન્મય-મિશનના આચાર્ય અને પ્રમુખ ગૌરાંગભાઈ નાણાવટી, ગ્રેટર હ્યુસ્ટનના સમગ્ર હિંદુ સમાજવતી એક્ઝિ ક્યુટિવ વિજયભાઈ પલોદ, ઇન્ડિયા હાઉસના પ્રતિનિધિ રવિ અરોરા, Dખ્ળ્ખ્ના પ્રતિનિધિ, સનાતન હિંદુ સેન્ટરના પ્રેસિડન્ટ પદ્મકાન્તભાઈ ખંભાતી, 'પ્રથમ' સંસ્થાના પ્રેસિડન્ટ અનિલભાઈ શાહ, આર્ટ આૅફ લિવિંગના પ્રતિનિધિ કૃષ્ણત્યામ ગોંડલુ, નાટ્યકલામંડળના પ્રતિનિધિ અરવિંદભાઈ પટેલ, હ્યુસ્ટન ઇન્ડિયન ક્રિકેટ ક્લબના પ્રેસિડન્ટ વસંતભાઈ પટેલ, સેવા ઇન્ટરનેશનલના પ્રેસિડન્ટ લક્ષ્મીનારાયણ, વોઈસ આૅફ એશિયાના પબ્લિશર ખોશી થોમસ, ત્ભ્ખ્ઘ્ના પ્રતિનિધિ રમેશભાઈ આનંદ, ખ્જ્પ્ત્ના પ્રેસિડન્ટ ગફર વડગામા, લેઉવા પાટીદાર સમાજના પ્રેસિડન્ટ ચંદ્રકાન્તભાઈ જરીવાલા, ગીતા આશ્રમના પ્રતિનિધિ ૐ કિશન, બાંકેબિહારી પરિવારના પ્રતિનિધિ કિશોર મોટવાણી, મહાદેવી મહેશ્વરીના પ્રતિનિધિ અનિલ મેશવાણી, પહલી ધડકનના માલિક અબ્દુલભાઈ, વલ્લભપ્રીતિ સમાજ સંઘના પ્રેસિડન્ટ તથા મીનાક્ષી ટેમ્પલ સોસાયટીના સેક્રેટરી સુબ્બારાવ યાલ્લામામજીલી, હ્યુસ્ટન મહારાષ્ટ્ર મંડળના પ્રતિનિધિ વિભાષભાઈ પીનવાલે વગેરે પ્રતિનિધિઓએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીનું સન્માન કર્યું. ત્યાર બાદ બાળકો કિશોરો અને યુવકોએ સ્વાગત નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સભાના અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે હ્યુસ્ટનમાં આપ સર્વેને મળીને આનંદ થાય છે, કારણ કે ભક્તોનાં દર્શન દુર્લભ છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કારરૂપી સંપત્તિને નોકરી, ધંધો, વેપાર કરતાં કરતાં પણ સાચવવાની છે. જેમ સંપત્તિ સાચવીએ છીએ અને એ સંપત્તિ બાળકોને આપીએ છીએ એમ ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી, સત્સંગીરૂપી સંપત્તિને પણ સાચવીને પોતાનાં બાળકોને આપીએ. આપણી સંસ્કૃતિ તો વર્ષો જૂની છે. ભગવાન રામ, કૃષ્ણ તથા મહાન આચાર્યોએ આ સંસ્કૃતિ આપણને આપી છે. વેદ, ઉપનિષદ્‌, ગીતા, રામાયણ જેવા સુંદર ગ્રંથો આપ્યા છે, એ બધાનું વાંચન થવું જોઈએ. ઘરમાં આ પુસ્તકો હોવાં જોઈએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અને શિક્ષાપત્રી આપી છે. એને જો દરરોજ વાંચીએ તો આપણા વિચારો અને જીવન પવિત્ર થાય. જેમ બીજી જરૂરિયાતોને સાચવીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ, એમ આપણા ગ્રંથોનું ઘરમાં વાચન થાય, પૂજાપાઠ થાય એ જરૂરી છે. ઘરમાં મંદિર રાખવાની પણ જરૂર છે.
જેમાંથી આપણને કંઈ મળતું નથી, અશાંતિ કરે છે એવું ઘણું વાંચ્યા કરીએ છીએ. જ્યારે સદ્‌ગ્રંથો વાંચવાથી આપણા વિચારો શુદ્ધ થાય છે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |