અમેરિકામાં ત્રાટકેલા 'આઈકે' વાવાઝોડામાં અસરગ્રસ્તોની વહારે બી.એ.પી.એસ.
પ્રમુખસ્વામી મહારાજની કરુણા સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે. તાજેતરમાં અમેરિકાના દક્ષિણ વિભાગમાં ફૂંકાયેલા આઈકે વાવાઝોડાએ મોટા પ્રમાણમાં વિનાશ નોતર્યો હતો. આ વાવાઝોડાએ ટેક્સાસ રાજ્યને તહસનહસ કરી મૂક્યું. અહીં વસતા વીસ લાખ લોકો અસરગ્રસ્ત થયા. હ્યુસ્ટનના ૮૦ લોકોનાં ઘરોમાંથી વીજળી જતી રહી. સ્થળાંતર થયેલા હજારો લોકો ખોરાક, પાણી અને વીજળીની રાહ જોતાં ઠૂંઠવાતા રહ્યા. ઘણા દિવસો સુધી લોકોને ગરમ ભોજન ન મળ્યું.
૧૬મી સપ્ટેમ્બરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ આ અસરગ્રસ્તો માટે પ્રમુખસ્વામી મહારાજના આદેશથી રાહતકાર્યનો આરંભ કરી દીધો. ચુનંદા સ્વયંસેવકો ખોરાકના જથ્થા સાથે પહોંચી ગયા. વિતરણકેન્દ્રો ઉપર ગરમ પાસ્તા અને બ્રેડનું વિતરણ શરૂ કરી દીધું. ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના કેન્દ્રો (પોઈન્ટ ઓફ ડીસ્ટ્રીબ્યુશન) પર જઈને હજારો અસરગ્રસ્તોને ગરમ ભોજન મળવા લાગ્યું. આજે બી.એ.પી.એસ. સંસ્થા વધારે વિતરણ કેન્દ્રો ઉપર મોટા પાયે ભોજન પૂરું પાડવા લાગી છે.
ગેસ્વેસ્ટોન જેવા વિસ્તારમાં બી.એ.પી.એસ. સંસ્થાએ અસરગ્રસ્તોને આશરો પણ આપ્યો હતો. રાહત આપવાની કામગીરી સાથે વિશ્વમાં વ્યાપેલા બી.એ.પી.એસ.નાં ચેરિટી કેન્દ્રો વાવાઝોડામાં અસર પામેલા લોકો માટે ખાસ પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરીને લોકોને અસરગ્રસ્તોને સહાય આપવા માટે હાર્દિક અપીલ કરી હતી.
|