Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

જામનગરમાં નૂતન પંચશિખરીય મંદિરનો વેદોક્ત શિલાન્યાસવિધિ કરતા પ્રમુખસ્વામી મહારાજ

તા. ૮-૧૦-૨૦૦૮ ને આસો સુદ આઠમના રોજ જામનગર શહેરના આંગણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ પામનાર ભવ્ય સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ વિધિ પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજના વરદહસ્તે સંપન્ન થયો હતો. ખંભાળિયા ધોરીમાર્ગ પર ૩૨ એકર જેટલી વિશાળ ભૂમિ પર યોજાયેલા આ અવસરે ૮૦૦૦ હરિભક્તોએ શિલાપૂજન કર્યું હતું. ૧૨,૦૦૦થીય વધુ હરિભક્તો-ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ શિલાન્યાસ વિધિના ઉપક્રમે જ જામનગર ખાતે સ્વામીશ્રીનું દિવ્ય આગમન થયું હતું.
અમદાવાદથી હરિભક્તોની ભાવભીની વિદાય લઈ સ્વામીશ્રી તા. ૧-૧૦-૨૦૦૮ના રોજ હવાઈ માર્ગે જામનગર પધાર્યા ત્યારે જામનગરના કલેક્ટરશ્રી વી.પી. પટેલે હવાઈ મથક પર પોતે જાતે તૈયાર કરેલો હાર અર્પણ કરી સમગ્ર પ્રદેશવતી ભક્તિભાવપૂર્વક સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. હવાઈ મથકેથી દ્વારકા હાઈવે પર આવેલી મંદિરની વિશાળ ભૂમિ પર પધારી રહેલા પ્રાણપ્યારા ગુરુહરિનું જામનગરના હરિભક્તોએ સિદ્ધાંત, સાધુતા, સેવા, સમર્પણ, સંપ અને સત્પુરુષ'ના થીમ દ્વારા વિશિષ્ટ રીતે સ્વાગત કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણ અને પરમહંસોની પદરજથી પાવન થયેલી જામનગરની ધરા પર સ્વામીશ્રીનાં અનેરાં આકર્ષણ છવાયાં હતાં. દરરોજ તેઓની પ્રાતઃપૂજાનાં દર્શને દરરોજ મોટી સંખ્યામાં હરિભક્તો-ભાવિકોનો પ્રવાહ ઊભરાતો હતો. સ્વામીશ્રીના આ નવ દિવસના રોકાણ દરમિયાન હરિભક્તો-ભાવિકોએ વ્રત-તપ, પદયાત્રા, સાઇકલયાત્રા દ્વારા ગુરુભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલી રવિસભામાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વામીશ્રીનાં આશીર્વચનથી સૌએ ધન્યતાની લાગણી અનુભવી હતી. તા. ૮-૧૦-૨૦૦૮નો દિવસ જામનગરવાસીઓ માટે સવિશેષ આનંદનો દિવસ હતો. આ દિવસે સ્વામીશ્રીએ જામનગરના નવાનગર ખાતે આવેલી ૩૨ એકર ભૂમિ પર રચાનાર ભવ્ય શિખરબદ્ધ મંદિરની વેદોક્તવિધિપૂર્વક ખાતવિધિ કરીને એક ઈતિહાસ રચી દીધો હતો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |