Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

તીર્થધામ સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ...

સંતોની ભગવી આભા તીર્થધામ સારંગપુરના વાતાવરણને વધુ રમણીય બનાવે છે. પરંતુ પ્રમુખસ્વામી મહારાજ જ્યારે અહીં પધારે છે ત્યારે સંતોનાં હૈયાંનાં ઉમંગનો રંગ, હજારો ભક્તોનાં અંતરનો ભાવ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવે છે. તાજેતરમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં હજારો હરિભક્તોએ સારંગપુરમાં વાતાવરણની દિવ્યતાને સતત એક મહિના સુધી માણી હતી.  
તા. ૧૬-૩-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બોડેલીથી હવાઈ માર્ગે સારંગપુર પધારી ભક્તો-ભાવિકોને સત્સંગનું અપાર સુખ આપ્યું હતું. સતત એક મહિનાથી પણ વધુ સમય સુધી સ્વામીશ્રીનાં દર્શનનું સુખ પામીને સૌએે અનોખી શીતળતાનો અનુભવ કર્યો હતો. સ્વામીશ્રીના નિવાસ દરમિયાન અહીં વસતા સંતો-પાર્ષદો-સાધકોએ વિશિષ્ટ વ્રત-તપરૂપી ભક્તિ વહાવી ગુરુહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પુષ્પદોલોત્સવ, શ્રીહરિ પ્રાગટ્યોત્સવ તથા દીક્ષા મહોત્સવ જેવા પ્રસંગોએ તો સૌમાં જાણે ભક્તિની હેલી ઊમટી હતી. આ વિશિષ્ટ પ્રસંગોમાં દેશ-વિદેશથી ઊમટતા હજારો હરિભક્તો-ભાવિકોથી ઊભરાતું સારંગપુર જાણે 'વિશ્વગ્રામ' બન્યું હોય તેવું અનુભવાતું હતું. આ વખતના સ્વામીશ્રીના સારંગપુર ખાતેના રોકાણ દરમ્યાન તા. ૧૯-૩-૨૦૧૧, ભગતજી મહારાજ જન્મજયંતી દિને સ્વામીશ્રીએ પુષ્પદોલોત્સવની સેવા માટે પધારેલા ૬૦૦૦ સ્વયંસેવકોને આશીર્વાદથી રંગ્યા હતા. તા. ૨૪-૩-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ લેસ્ટર (યુ.કે), સાઉથ આફ્રિકાના ત્ઝનીન, કેપટાઉન, ટાંઝાનિયાના અરુસા અને ટાંગામાં રચાયેલાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્વામીશ્રીનાં પાવન કરકમળો દ્વારા તા. ૨૫-૩-૨૦૧૧ના રોજ ૨૩ યુવાનોએ પાર્ષદી દીક્ષા તથા તા. ૪-૪-૨૦૧૧ના રોજ ૨૨ યુવાનોએ ભાગવતી અને ૧ યુવાને પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. તા. ૩૧-૩-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી., ઘોઘંબા અને આગાવાડાનાં નૂતન બી.એ.પી.એસ. મંદિરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. તા. ૮-૪-૨૦૧૧થી પંચદિવસીય 'શ્રીહરિપર્વ' દરમિયાન સંતોએ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાઓ પર આધારિત મનનીય પ્રવચનો તેમજ ભક્તિપદોનું ગાન કરી ભાવાંજલિ અર્પી હતી.
ગત અંકમાં પુષ્પદોલની ઝલક માણ્યા બાદ, હવે સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઊજવાયેલા અન્ય ઉત્સવોની ઝલક આ અંકમાં માણીએ.
.. 


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |