Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વાગત સભા

તા. ૮-૫-૨૦૧૧ના રોજ યોજાયેલી રવિ સત્સંગસભામાં પાંત્રીસ હજારથી વધુ હરિભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સુરત ખાતેના આગમનને ઉમળકાભેર વધાવ્યું હતું.      
સંધ્યા સમયે યોજાયેલી આ સ્વાગતસભાનો આરંભ ધૂન-પ્રાર્થનાના ગાનથી થયો. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ શિશુઓ અને બાળકોએ વિશિષ્ટ રીતે સ્વામીશ્રીને સત્કાર્યા. નૃત્યમંચ પર હરોળબદ્ધ બેઠેલા બાળકોએ તારામંડળ પ્રગટાવ્યાં અને 'દિવાળી આવી, દિવાળી આવી' ગીત સાથે રંગબેરંગી કાગળના ટુકડાઓની વર્ષા થઈ. ત્યારબાદ સાત દિવસમાં ૫૦૦ મુખપાઠ કરેલા ૨૫ બાળકો અને ઉનાળુ વૅકેશનમાં ૧૦૦૦ હરિભક્તોના ઘરે જઈને ઘરસભાનો  સંદેશો પ્રસરાવનાર બાળકો મંચ પરથી પસાર થયા. આ સૌ બાળકોને સ્વામીશ્રીએ આશિષ પાઠવ્યા. સ્વામીશ્રીના આગમનને વધાવવા માટે સ્થાનિક હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક વિવિધ કલાત્મક હાર તૈયાર કર્યા હતા. વડીલ સંતોએ આ હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સમગ્ર સુરત સત્સંગમંડળ વતી સ્વામીશ્રીનું  ભાવભીનું સ્વાગત કર્યું.
સ્વામીશ્રીનાં આગમનની સ્મૃતિ કરાવતી 'આકાશેથી ઊતરી આવ્યા પ્રમુખસ્વામીમાં ઘનશ્યામ' વીડિયોની પ્રસ્તુતિ બાદ કિશોરોએ 'રંગ છાયો રંગ છાયો આનંદનો રંગ છાયો' ગીતના તાલે સ્વાગતનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું.
સભાના અંતમાં સ્વામીશ્રીએ સૌ પર કૃપાશિષ વરસાવી કૃતાર્થ કર્યા.


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |