Annakut 2007
 

જ્યારે જ્ઞાન અને યજ્ઞની જુ ગલ જોડી રચાઈ...

વિ.સં. ૧૯૬૬નો ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો. તે વખતે શાસ્ત્રીજી મહારાજ રાજકોટ પધાર્યા હતા. શાસ્ત્રીજી મહારાજ રાજકોટ આવ્યા છે તે સમાચાર કૃષ્ણજી અદાએ ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઊતરેલા જૂનાગઢી સાધુઓને મોકલાવ્યા. અક્ષરપુરુષોત્તમની વાતો કરનારા અને સાંભળનારા આ સંતોને અક્ષરપુરુષોત્તમ ઉપાસના મૂર્તિમાન કરનાર શાસ્ત્રીજી મહારાજનાં દર્શનની તાલાવેલી જાગી. બીજે દિવસે શાસ્ત્રીજી મહારાજ એ મંદિરમાં દર્શનાર્થે પધાર્યા ત્યારે હરગોવિંદભાઇએ જૂનાગઢી સંતોને ઓળખાણ કરાવી કે ''આ શાસ્ત્રીજી મહારાજ પોતે.''
સૌએ અહોભાવથી સ્વામીનાં દર્શન કર્યાં, પણ તે મંડળમાં અઢાર વર્ષના ત્યાગી ઝ íણા ભગત(યોગીજી મહારાજ)ની દૃષ્ટિ તો શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપમાં ચોંટી ગઈ. શાસ્ત્રીજી મહારાજ પણ આ સંતને નીરખી રહ્યા! શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના પ્રથમ મિલનની એ ક્ષણે નવું કશું જ નહોતું બન્યું છતાં તે સોનેરી ક્ષણ સંપ્રદાયના ઇતિહાસનું એક અમરપૃષ્ઠ બની ગઈ. કારણ કે બી.એ.પી.એસ.નાં ઘણાં નવાં પ્રસ્થાનોના ઉદ્‌ગમબિંદુ સમાન એ ક્ષણ હતી, જેનો અનુભવ નજીકના ભવિષ્યમાં સમગ્ર વિશ્વને થવાનો હતો.