Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ઉપનિષદ અને યુવાનો...

ઉત્તર ગુજરાતમાં સરસ્વતીના કાંઠે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય છે. એની શરૂઆત મૂળરાજે કરેલી અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ પૂરો થયો. એના નિર્માણમાં ઘણો સમય લાગ્યો. પરંતુ એક મુસલમાન આક્રમણકારે એનો એક જ દિવસમાં ધ્વંસ કરી દીધો. સર્જનમાં સમય ઘણો લાગે છે પણ નાશમાં સમય લાગતો નથી. રોમની કથા પણ એવી જ છે. રોમ કાંઈ એક દિવસમાં નહોતું બન્યું પણ એક દિવસમાં એ ભસ્મીભૂત થયેલું! ચઢવું અઘરું છે, ઊતરવું સહેલું છે. એ ટુ ઝેડ બોલવું હોય તો ઝડપથી બોલાય પણ ઝેડ થી એ તરફ બોલવું હોય તો મુશ્કેલ પડે. એવી જ વાત યૌવનના ઘડતર વિષે છે. યૌવનના ઘડતરમાં ઘણો સમય લાગે, પરંતુ પતન માટે માત્ર થોડી પળો જ પૂરતી છે. યુવાનીમાં એક વખત ઘડતર ચૂકે પછી એ તક ફરીથી આવતી નથી.
યૌવન શું છે ?
તૈત્તિરીય ઉપનિષદમાં આનંદવલ્લીમાં ૠષિએ આનંદની મીમાંસા કરતાં યુવાનની વ્યાખ્યા કરી છે : ‘युवा स्यात्‌ साघुः’ યુવાન કેવો હોવો જોઈએ ? એમણે કહ્યું : ‘साघु' અર્થાત્‌ સરલ સ્વભાવનો. આપણે યક્ષ-યુધિષ્ઠિરના પ્રશ્નોત્તર દ્વારા મહાભારતની રીતે સમજીએ તો સર્વનું ભલું કરવા માટે જે પ્રયત્ન કરતા હોય એનું નામ ળષઢુ કહેવાય. યુવાન એવો સજ્જન હોવો જોઈએ. આજે સજ્જનતા, સાધુતા, સરળતા બીજાનું ભલું કરવાની ભાવના દુર્લભ બની છે.
બીજુ _ લક્ષણ વર્ણવતાં ઉપનિષદ કહે છેઃ 'દુરષોùઢ્ઢદષખૠઃ।' યુવાન અધ્યયનશીલ હોવો જોઈએ, એટલે કે એ વિદ્વાન હોવો જોઈએ. યુનિવર્સિટીઓના માત્ર ગોખણીયા જ્ઞાનની અહીં અપેક્ષા નથી, પરંતુ જીવન-વ્યવહારમાં જ્ઞાન અને વિદ્યાને અજમાવે એવો વિદ્વાન તે હોવો જોઈએ. એટલું જ નહીં વિદ્યાનું અધ્યયન એવું હોય કે તેનું સુપેરે અધ્યાપન કરી શકે. બીજા અનેકને પોતાના જ્ઞાનનાં અજવાળાં આપે.
આજે અધ્યયનની વ્યાખ્યા બદલાઈ છે. બાર મહિના સુધી ન વાંચો તો કંઈ નહીં પણબે દિવસની અંદર આખું પુસ્તક તમે વાંચીને પરીક્ષા આપી શકો એવી ગાઈડો બહાર પડી ગઈ છે. અધ્યયન રહ્યું નહિ. અભ્યાસ નામનો જ રહ્યો. પરીક્ષામાં ચોરીઓ જ થતી હોવા છતાં પણ પરીક્ષામાં પેપર જો અઘરું નીકળ્યું તો એનો બહિષ્કાર થાય છે. આવડી જાય તેવું જ પરીક્ષામાં આવવું જોઈએ એવું વિદ્યાર્થીઓ માને છે. કોઈને પરિશ્રમ કરવો નથી, કારણ કે આજનો યુવાન ઉપનિષદને ભૂલી ગયો છે.
ત્રીજી વાત કહે છે : ‘आशिष्ठः।’ યુવાન આશાથી ભરપૂર હોવો જોઈએ. આશા એટલે ઉન્નત વિચારો-મહત્ત્વાકાંક્ષાઓ. એને એમ થવું જોઈએ કે, મારાથી શું ન થાય ?
એક યુવાન લંડનના બગીચામાં બેઠેલો. નામ વેલીંગ્ટન. એ સમયમાં લંડનના બીગબેન ટાવરમાં ૧૨ ટકોરા પડ્યા એની સાથે એણે એવો તાલ મેળવી દીધો કે, 'વેલીંગ્ટન વીલ બી ધ મેયર ઓફ લંડન.' આ યુવાનને એવો થનગનાટ થયો કે, આ જ અવાજ મારે સિદ્ધ કરવો છે અને એ લંડનનો મેયર થયો.
મુસોલીની એક વખત ઈટાલીના બાદશાહની ખુરશીને પોલીશ કરતો હતો. કોઈએ પૂછ્યું : 'કેમ આટલું ઘસ ઘસ કરે છે? જલ્દીથી પતાવી દે ને ! સરકારી કામ તો આવું જ થાય' ત્યારે એણે કહ્યું : 'આ ખુરશી ઉપર મારે એક દિવસ બેસવું છે.' અને એક દિવસ એ બેઠો પણ ખરો.
માણસનો ચંદ્ર ઉપર જવાનો સંકલ્પ હતો તો એ ગયો. એવરેસ્ટ સર કરવાની ઇચ્છા હતી તો એ પણ થયું. જુવાનીની અંદર આશા હોય તો બધું બને.
શંકરાચાર્ય માટે કહેવાય છે :
'अष्टवर्षे चतुर्वेदो, द्वादशे सर्वशास्त्रवित्‌।
षोडशे कृतवान्‌ भाष्यं द्वात्रिंशे मुनिरभ्यगात्‌॥
અર્થાત્‌ શંકરાચાર્યજીએ ચાર વેદનું અધ્યયન આઠમા વર્ષે, સર્વશાસ્ત્રજ્ઞપણું બાર વર્ષે અને સોળમા વર્ષે પ્રસ્થાનત્રયી ઉપરનાં ભાષ્ય તદુપરાંત નાનામોટા સુંદર પ્રમાણગ્રંથો, મધુરતમ વાણીમાં સ્તોત્રો રચ્યા ! ખૂબ નાની વયે તેમણે નાસ્તિક અને અવૈદિક વિચારધારાઓની સામે જંગ છેડ્યો હતો. શ્રીજીમહારાજે સાત વર્ષની વયે વેદો ઉપનિષદોનો આમૂલ અભ્યાસ કરી લીધો હતો અને નવ વર્ષની બાલ્યવયે કાશીની સભા જીતી અને ૨૧ વર્ષની વયે તો એક અદ્‌ભુત સંપ્રદાય સ્થાપી દીધો! અને આ યુગનું ઉદાહરણ લઈએ તો ૩૬ વર્ષની ઉંમરે આઈનસ્ટાઈનને નોબલ પ્રાઈઝ  મળેલું.
ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારતના પ્રસિદ્ધ વિદ્વાન આર. આર. દિવાકર આવેલા. ૯૨ વર્ષની ઉંમર. તેમની આગળ માઈક લાવ્યા ને કહ્યું : 'તમે બેઠાં બેઠાં બોલો.' તેઓ કહે : 'બેઠાં બેઠાં બોલાય ? મારે ઊભાં ઊભાં બોલવું છે.' યુવાનીને કોઈઉંમર જેવું નથી. જેટલી આશા ભરપૂર હોય તેટલું યૌવન કહેવાય.
માઈકલ એન્જલોનું સારામાં સારું વિશ્વપ્રસિદ્ધ ચિત્ર ૯૦ વર્ષની ઉંમરે થયેલું. હર્ષદભાઈ દવેએ ૬૫ વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણના ચાર ભાગ લખ્યા, આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છાપ પાડી દીધી કે અત્યાર સુધી સ્વામિનારાયણનું જીવનચરિત્ર જો કોઈએ વ્યવસ્થિત લખ્યું હોય તો હર્ષદભાઈ દવેએ. જેટલી આશા ભરપૂર, તેટલું યૌવન ચિરંતન.
ઉપનિષદ આગળ કહે છે : યુવાન ‘दृढिष्ठः’ અને ‘बलिष्ठः’ હોવો જોઈએ. એટલે તન-મનથી દૃઢ હોવો જોઈએ, આત્મવિશ્વાસવાળો હોવો જોઈએ, તમાકુના મસાલા પણ છોડી શકતો ન હોય ને લીધેલું કામ અડધે મૂકી દેતો હોય એ દૃઢિષ્ઠ નથી. બલિષ્ઠ એટલે કોઈનાં હાડકાં ખોખરાં કરે એવો નહિ, પણ આત્માથી અને મનથી બળવાન. ઉપનિષદ કહે છે : ‘नायमात्मा बलहीनेन लभ्यः।’ આત્મબળ વગર પરમાત્મા પ્રાપ્ત થતા નથી.
આશિષ્ઠ, દૃઢિષ્ઠ ને બલિષ્ઠ યુવાન હોય તો ‘तस्येयं पृथ्वी वित्तेन पूर्णास्स्यात्‌।’ તો તેને માટે આખી પૃથ્વી ધનથી ભરપૂર છે. આવો યુવાન રણને પણ લીલું કરી શકે. એને કોઈ બેકારી ન લાગે. જ્યાં જાય ત્યાં એમ લાગે કે હું બધું જ કરી શકીશ. સાદી ગામઠી બોલીમાં કહીએ તો એ પાટું મારીને પૈસો પેદા કરી શકે.
યૌવનની ઉપરોક્ત વ્યાખ્યા એ કેવળ એક ભાવના નથી, એ ભારતમાં એક વાસ્તવિકતા હતી. એ વખતે ગુરુકુળોમાં આ વિદ્યા ભણાવાતી. ઉપનિષદ કાળમાં એવું કહેવામાં આવતું કે, ‘अष्टवर्षं ब्राह्मणम्‌ उपनयीत!' આઠ વર્ષના બ્રાહ્મણ પુત્રને જનોઈપહેરાવી ૠષિકુળમાં મોકલવામાં આવતો ને એ સમે એ બાળકો પરા ને અપરા બંને વિદ્યા ભણતા. મુંડક ઉપનિષદ કહે છે - ‘द्वे विद्ये वेदितव्ये परा च अपरा च।’ એ બંને વિદ્યા ભણાવાતી. ભૌતિક જ્ઞાન-વિજ્ઞાન અને સાથે અસ્ત્રશસ્ત્રની વિદ્યા પણ સારી રીતે ભણાવવામાં આવતી. પરંતુ એની સાથે એને એ કહેવામાં આવતું કે ‘परा यया तद्‌ अक्षरं अघिगम्यते’ હે યુવાન ! આ બધી વિદ્યા તો તું ભણે છે પણ યાદ રાખજે કે તારે આત્મ-સાક્ષાત્કારની પરા વિદ્યા ભણવાની છે. આત્માનો સાક્ષાત્કાર કરી પરબ્રહ્મની ભક્તિ કરવાની છે.
ઉપનિષદમાં એક સુંદર પ્રસંગ આવે છે :
એક વખત ગુરુએ વિદ્યાર્થીઓને એક એક ફળ આપ્યું ને કહ્યું : 'કોઈ ન જુ એ ત્યાં જઈને ખાઈ આવો.' બધા તો ગુફામાં, ખૂણામાં, અંધારામાં જઈને ખાઈ આવ્યા પણ તેમાંનો એક વિદ્યાર્થી બધે ફરી ફળ લઈને પાછો આવ્યો. ગુરુએ પૂછ્યું : 'કેમ ફળ પાછુ _ લાવ્યો ?' તો કહે : 'તમે કહ્યું હતું કે, કોઈ ન જુ એ તેવી જગ્યાએ જમવાનું. મેં બધી જગ્યાએ જોયું, ગુફામાં પણજોયું ત્યાં પણમને લાગ્યું કે ભગવાન તો છે જ. ‘र्इशावास्यमिदं सर्वम्‌...’ અહીં જે કંઈ છે તે ભગવાનથી આવાસિત છે.' જો આટલી દૃઢતા થઈહોય તો કોઈ ખોટું કર્મ થઈ શકે નહિ. ઉપનિષદ કાળમાં યુવાનને આ રીતે સજ્જ કરવામાં આવતો.
બીજુ _ કહેવામાં આવતું કે, ‘मा गृघः कस्यश्विद्धनम्‌’ કોઈનું ધન ખેંચી લેવાનું નથી. વળી એને કહેવામાં આવતું, ‘कुर्वन्नेवेह कर्माणि जिजीविशेत्‌ शतं समाः।’ તને સુંદર શરીર મળ્યું છે તો તું કર્મકર્યાકર. તારે નિષ્ક્રિય થવાનું નથી. માથા પર હાથ મૂકી બેસી જવાનું નથી.
વળી કહેવામાં આવતું :
‘संगत्व्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्‌।’ આપણે બધા સાથે ઉત્કર્ષ પામવાનો છે. સમૂહનું પણ જ્ઞાન આપવામાં આવતું કે, જગતમાં તમે એકલા નથી, તમારી સાથે આખો સમાજ છે. એની સાથે જીવતાં શીખો.
ઉપનિષદ એક વૈયક્તિક જ્ઞાન નથી. સામૂહિક જ્ઞાન છે. સૌ સાથે હળીમળીને રહો. ‘समानि वः आकूतिः समाना हृदयानि वः।’ તમારાં હૃદય, વિચારો બધું એક થાય જેથી જગતમાં કંઈક સારું કાર્ય કરી શકો. વળી ‘सह नौ भुनक्तु।’ એ પ્રકારના પાઠ ભણાવવામાં આવતા. સાથે સાથે કહેવામાં આવતું छौ ‘सत्यं वद।’ વળી આગળ કહેવામાં આવતું કે ‘भद्रं पश्येमाक्षभिर्यजत्राः। भद्रं कर्णेभिः शृणुयाम देवाः।’ કાનથી સારું-શુભ સાંભળીએ, આંખથી સારું-શુભ જોઈએ. આવું યુવાનોને દૃઢ કરાવવામાં આવતું.
ઉપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે. શ્વેતકેતુ તેના પિતાને પ્રશ્ન પૂછે છે ત્યારે તેના પિતા કહે છે, ‘तत्त्वमसि श्वेतकेतो !' હે શ્વેતકેતુ ! તું તે બ્રહ્મ છે, પરબ્રહ્મનો દાસ છે, આમ તત્ત્વચર્ચાઓ પણ થતી. હું કોણ ? એનું પણ એને જ્ઞાન આપવામાં આવતું. ભૌતિક પદાર્થોનું તો જ્ઞાન અપાતું જ, પણ આત્મવિદ્યાનો ય ખ્યાલ અપાતો.
વળી, ગુરુ એને સંબોધતાં કહેતા કે ‘अमृतस्य वयं पुत्राः।’ હે વિદ્યાર્થીઓ! આપણે અમૃતના પુત્રો છીએ. માયાના ગુલામ નથી. એ વાત પણ એમને દૃઢ કરાવતા.
પરંતુ આટલું શીખવતાં પહેલાં ગુરુઓએ પણ પોતાનું જીવન એવું પ્રેરણાદાયી બનાવવાનું રહેતું. જો ગુરુનું જીવન વ્યવસ્થિત ન હોય તો યુવાનમાં સંસ્કાર ન આવે. આજના શિક્ષકો બીડીઓ ને દારૂ પીતા હોય, ફેશન પરેડની જેમ કપડાં પહેરી ફરતા હોય તો પછી વિદ્યાર્થીમાં સંસ્કાર આવી શકે જ નહિ. એ સમયના ગુરુઓ વર્તનમાં બરાબર શુદ્ધ રહેતા.
એકવાર યાજ્ઞવલ્ક્ય ૠષિ પોતાના શિષ્યો અને પોતાનું સર્વસ્વ છોડી આત્મસાક્ષાત્કાર માટે નીકળ્યા, ત્યારે વિદ્યાર્થીઓ વિચાર કરે છે : ગુરુ આ બધું છોડીને જાય છે ક્યાં? ત્યારે તેઓને ખબર પડે છે કે પરમાત્માનું જ્ઞાન સર્વથી શ્રેષ્ઠ જ્ઞાન છે. આપણે બધું મેળવ્યા પછી એ તો મેળવવાનું બાકી જ રહે છે. અને એ માટે બીજુ _ બધું છોડવું જ પડશે.
છાંદોગ્ય ઉપનિષદમાં ઇન્દ્ર અને વિરોચનની વાત આવે છે. સ્વર્ગ-નરકના બંને રાજાઓ. આટલું બધું ભોગવવા છતાં પણ એમના મનમાં શાંતિ નહોતી. એમને પણ ખ્યાલ હતો કે, આ બધું ભોગવીએ તો છીએ પરંતુ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણને શોક-મોહ ટળી જાય. એમ વિચારી તેઓ બંને પ્રજાપતિની પાસે જાય છે. અહીં તો બ્રહ્મચર્ય પાળવાનું, નીચે સૂવાનું, માધુકરી ભિક્ષાથી જીવવાનું, નખકેશ વધારવાનાં, લાકડાં લાવવાનાં. આ રીતે વિદ્યા ભણવાની. આજે આ  મૂલ્યો સાથે શિક્ષણ કે જ્ઞાન મેળવવાની ઝ _ખના ક્યાં છે ? આજે તો 'કોની જાતીય વાસના વધારે છે ?' એવો ચાર્ટ તૈયાર કરીને કોલેજોમાં વિદ્યાર્થીઓ બહાર પાડે છે !! આ પ્રકારે જ્યાં કામવાસના જ ભરપૂર હોય ત્યાંથી કેવી રીતે વિદ્યા પ્રાપ્ત થાય? ઉપનિષદકાળમાં તો સૌથી પહેલાં સંયમના પાઠ એને ભણાવવામાં આવતા. અને બ્રહ્મસ્વરૂપ ગુરુની આજ્ઞામાં જીવન સમર્પિત કરીને એ વિદ્યાર્થીઓ રહેતા પણ ખરા.
ધૌમ્ય ૠષિના શિષ્ય ઉદ્દાલક અને આરુણિ ગુરુની આજ્ઞા પાળવા માટે પોતાના જીવનને ગમે તેટલા કષ્ટમાં મૂકતાં પણ આનંદ અનુભવતા. 
સત્યકામ જાબાલિ ગુરુ પાસે ગયો ને કહે : 'મારે વિદ્યા ભણવી છે.' અને જવાબમાં ગુરુએ ૪૦૦ ગાયો ચરાવવા જંગલમાં મોકલી આપ્યો ત્યારે એને સંશય ન થયો. એ જાણતો હતો કે, ગુરુની આજ્ઞામાં જ બ્રહ્મવિદ્યા સમાયેલી છે. જ્યારે આજનો યુવાન કહે છે, 'અમે કહીએ એમ જ થવું જોઈએ.'
તૈત્તિરીય ઉપનિષદની શિક્ષાવલ્લીમાં આવે છે કે, વિદ્યાર્થીઓને કેવા પાઠ ભણાવતા! તેમને બાર વિષયો ભણાવવામાં આવતા. એમાં પહેલું ૠત ભણાવવામાં આવતું. ૠતનો અર્થ છે ઈશ્વરીય કાયદા. અબજો પ્રકાશવર્ષ દૂરનો પરમાણુ અને પૃથ્વી ઉપરનો પરમાણુ જે કાયદાથી નિયંત્રિત થયા કરે છે, એનું નામ છે ૠત. ૠતના કાયદામાં ફરક પડતો નથી. અહીંથી છૂટેલું રોકેટ બરાબર વ્યવસ્થિત રીતે ચંદ્ર ઉપર ઊતરે છે એ ૠતના કાયદાથી! જો ત્યાંના પરમાણુનો કાયદો જુ દો હોય અને પૃથ્વીના પરમાણુનો કાયદો જુ દો હોય તો રોકેટ કોઈ દિવસ ચંદ્ર ઉપર ઊતરી શકે નહીં. આ Cosmic laws વૈશ્વિક કાયદાઓ છે, એમ ભગવાનની પણ આજ્ઞાઓ હોય છે. માટે એ બરાબર પાળવી.
ત્યાર પછી સત્ય ભણાવતા. ૠત આચરણમાં મૂકવું એનું નામ સત્ય. એનાથી માનવજીવન બરાબર ચાલે. સત્યને પરમાત્મા પણ કહીએ છીએ. સત્યના મહેલ પર ચડવા માટે વ્રતની સીડીનો પણ ખ્યાલ આપતા અને એના માટે તપની ભાવનાની વાત સમજાવતા. તપ માટે ઘણી વ્યાખ્યાઓ છે. પણસહનશીલતા એ મોટામાં મોટું તપ છે. ગીતામાં કહ્યું છેઃ ‘तांस्तितिक्षस्व भारत!' સહનશીલતાથી બીજુ _ કોઈ મોટું તપ નથી. ભારતમાં ગરીબી છે પણ સાથે સહનશીલતા છે તેથી માણસ ભાંગી પડ્યો નથી. ઘણી બધી મુશ્કેલીઓની અંદર પણ આપણે જીવીએ છીએ. કર્ણને ભમરો કરડ્યો તો પણ ઊભો ન થયો એ સહનશીલતા. સીતાને કેટલાં બધાં દુઃખ પડ્યાં તો પણ સીતા પોતાના પતિ શ્રીરામને કહે છે :
‘भूयो यथा मे जननान्तरेऽपि त्वमेव भर्ता न च विप्रयोगः।’
આ પણ એક સહનશીલતાની પરાકાષ્ઠા છે. ત્યાર પછી દમ કહેતાં ઇન્દ્રિયો ઉપરનો સંયમ. પરમાત્માના નિયમાનુસાર ચાલે એનો માર્ગ નિષ્કંટક છે. શમ એટલે મનનો સંયમ પણશિખવાડતા.
માતાપિતા, સૂર્ય આપણા દેવો છે. માટે એમની સેવા બરાબર કરવી એ પણ એમને ભણાવવામાં આવતું. યજ્ઞની વિશિષ્ટ ભાવના પણ યુવાનોના હૈયે દૃઢ કરાવાતી. ત્યાગમય જીવન એનું નામ યજ્ઞ, બીજા માટે ઘસાઈ છૂટે એ યજ્ઞ. અને આ બધા શુભ વિચારો હૃદયમાં ધારવા માટે ૠષિઓના મતે આહારશુદ્ધિ પણ અનિવાર્ય હતી. વેષભૂષા, વિહાર, વાણી, વિચારનો વિવેક પણ એટલો જ મહત્ત્વનો ગણીને યુવાનોને સમજાવવામાં આવતો. સ્વાર્થથી પર થઈને દરેક સાથે 'આત્મવત્‌ સર્વભૂતેષુ' અને 'અતિથિદેવો ભવ'ની ભાવના પણ યુવાનોમાં આરોપવામાં આવતી.
ત્યારપછી સુસંસ્કારી, સ્વકુળની સારી કન્યા સાથે ગૃહસ્થ જીવન પસાર કરીને પ્રજનન એટલે કે પ્રજા ઉત્પન્ન કરવાનો આદેશ હતો, પરંતુ ગૃહસ્થ જીવનનો હેતુ કેવળ પ્રજોત્પતિ ન હોવો જોઈએ. સંતાનોને સંસ્કાર આપીને પ્રજાતંતુ ચાલુ રાખવાનોઅને સાથે-સાથે કુટુંબ-સેવા તેમજ રાષ્ટ્ર-સેવા માટે  કંઈ કરી છૂટવાનો હેતુ ઉપનિષદના ૠષિઓ યુવાનોને શીખવતા. આવા બાર વિષયો ઉપનિષદકાળમાં યુવાનોને ભણાવવામાં આવતા.
આમ, એ તૈયાર થાય પછી એને કહેતા : હવે તું ગૃહસ્થ જીવનમાં જા. કુલપતિ વિદ્યાર્થીને દીક્ષાન્ત પ્રવચન આપતાં કહેતા : ‘सत्यं वद। घर्मं चर। स्वाध्यायान्मा प्रमद। आचार्याय प्रियं घनं आहरस्व। प्रजातन्तुं मा व्यवस्छेत्सि।’ પછી કહેતાં: ‘सत्यान्न प्रमदितव्यम्‌, भृत्यै न प्रमदितव्यम्‌, स्वाध्यायप्रवचनाभ्याम्‌ न प्रमदितव्यम्‌।’ અને પછી કહેતા : ‘मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव। यानि अस्माकम्‌ अनवद्यानि कर्माणि तानि त्वया सेवितव्यानि नो इतराणि। यानि अस्माकं सुचरितानि तानि त्वया उपास्यानि नो इतराणि॥ एष आदेश एष उपदेश एषा वेदोपनिषद्‌ एतद्‌ अनुशासनम्‌ एवम्‌ उपासितव्यम्‌॥
આટલું નાનું પ્રવચન આજના કુલપતિઓએ મોંઢે કરવા જેવું છે અને દરેકે પોતાના વિદ્યાર્થીઓને સમજાવવા જેવું છે. વિદ્યાર્થી જ્યારે ગુરુકુળમાંથી પોતાને ઘેર જતો ત્યારે આવું તેજ એની અંદર ભરાઈજતું અને એ વિદ્યાર્થી કેવા તૈયાર થતા તે જોઈએ :
કચ જ્યારે સંજીવની વિદ્યા ભણવા માટે શુક્રાચાર્ય પાસે ગયો ત્યારે દેવયાની સામેથી એના પ્રેમમાં પડી અને કહે : 'તું મારી સાથે લગ્ન કર.' ત્યારે કચ કહે છે : 'ગુરુની પુત્રી એ તો મારી બહેન કહેવાય. અમારા ગુરુકુળમાં એવું કહ્યું છે કે, 'એની સાથે લગ્ન ન થઈશકે.'
એટલું જ નહિ, પુત્રીપ્રેમી શુક્રાચાર્યે પણ તેને ભારપૂર્વક કહ્યું કે, 'તું લગ્ન કર નહિતર તું તારી બધી જ વિદ્યા ભૂલી જઈશ.' ત્યારે તેણે કહ્યું : 'ભલે હું ભૂલી જાઉં પણ મારા ગુરુકુળની વિદ્યાને હું ભૂલવા દઈશ નહિ.' તે સંજીવની વિદ્યા ભૂલીને આવ્યો પણ ઉપનિષદની વિદ્યાને અમર કરતો આવ્યો. આ હતો આપણો ભારતનો સાચો વિદ્યાર્થી !
સીતાજી સાથે લક્ષ્મણ ૧૪ વર્ષ રહ્યા પણ પોતાની ભાભીના મુખ સામું જોયું નહિ. કેટલી દૃઢતા ને સ્થિરતા એણે પ્રાપ્ત કરી હશે!
ભરતને રાજ્ય સામેથી મળતું હતું પણ કહે છે : 'ના, આમાં મારો હક્ક નથી. ‘मा गृघः कस्यस्विद्‌ घनम्‌।’ આ મારા ભાઈનું રાજ્ય છે. મારે આ લઈ શકાય નહિ. ઉપનિષદના યુવાનનું આ લક્ષણ.
શ્રવણ પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી જાત્રા કરવા લઈ જાય છે. એ ઉપનિષદકાળની જ અદ્‌ભુત પ્રતિભા છે.
રંતિદેવને ૪૯ ઉપવાસ થયા. અતિથિદેવો ભવની ભાવના એણે ચરિતાર્થ કરી. એ પોતે મરવાની તૈયારીમાં હતો છતાં કહે છે : 'મારે અભ્યાગતને જમવા આપવું જોઈએ.' આ આ હતી ભારતના યુવાનોની વિદ્યા.
નચિકેતાને યમે સામેથી કહ્યું કે 'જા, તને અનંત પ્રકારના રથઘોડા આપું.' નચિકેતા કહે છેઃ ‘तवैव वाहास्तव नृत्यगीते!' મારે ન જોઈએ. હું બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા આવ્યો છુ _. આવા નાશવંત ભોગ જોઈતા નથી.' યમ કહે છે : 'તને અપ્સરાઓ આપી દઉં.' તો તે કહે છે : 'એ તો આપણું તેજ હણી લે. હું એના માટે આવ્યો નથી. મને તો મૃત્યુંજયી વિદ્યા શિખવાડો.' કેવું હશે એ યૌવનનું ખમીર !
સ્વામી વિવેકાનંદ કહેતા : 'મને જો સો નચિકેતા આપો તો હું આખા વિશ્વનો ચહેરો બદલી નાખું.' આવા તેજસ્વી યુવાનો ઉપનિષદ કાળમાં થયા. એમાંથી એ પ્રેરણા આપણે લેવાની છે.  (ક્રમશ :)

સાધુ વિવેકસાગરદાસ

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |