Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ

અજાતશત્રુતાની ચરમસીમા

બ્રહ્મવિહારી સ્વામી, અમદાવાદ

  • એડિસન, ૧૯૯૧, ઘ્.જ્.ત્. ઉત્સવ ભવ્યતાથી સમાપ્ત થયો. 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું વાતાવરણ સર્જાયેલું. અમેરિકામાં રહેતા સૌ કોઈના મનમાં ભારે પ્રભાવ પડ્યો હતો. એવા આનંદ-ઉત્સવના સમયમાં મારા હાથમાં એક પત્રિકા આવી. એકદમ વિચિત્ર અને વિકૃત પત્રિકા. જેમાં સ્વામીશ્રી વિરુદ્ધ વાહિયાત આક્ષેપો અને અપમાનો ઠસોઠસ ભરેલાં હતાં. એક સવારે તે લઈ હું સ્વામીશ્રી અલ્પાહાર કરતા હતા ત્યાં ગયો. ન્યૂયોર્ક મંદિરના એ નાનકડા રૂમમાં બે-ચાર સંતો અને દશેક હરિભક્તો બેઠેલા. મને જોઈ સ્વામીશ્રી બોલ્યા :
    'શું લાવ્યો ? હાથમાં શું છે ?' આટલા બધાની વચ્ચે કેવી રીતે કહેવું કે આપની વિરુદ્ધ છપાયેલી પત્રિકા છે. છતાં સ્વામીશ્રીએ આગ્રહ કર્યો તેથી હું બોલ્યો : 'બાપા, આમાં કાંઈ માલ નથી. આપની વિરુદ્ધ પત્રિકા છે.' 
    'શું લખ્યું છે ?' સ્વામીશ્રીએ જાણવાની ઇચ્છા દર્શાવી. એમના આગ્રહથી મેં હેડલાઇન્સ વાંચી. સૌને આઘાત પહોંચાડે તેવો આંચકો હતો.
    પરંતુ આ સાંભળતાં જ સ્વામીશ્રી તો ખડખડાટ હસી પડ્યા ! હાથ હલે, પેટ ઊછળે... મોંમાંથી ખાખરાનો ટુકડો પડી ગયો તેટલું હસ્યા. બીજા બધા એકદમ સૂનમૂન હતા. 
    યજ્ઞવલ્લભ સ્વામી બોલ્યા : 'આપણને ખબર છે કોણે આ પત્રિકા બહાર પાડી છે.' 
    મેં કહ્યું : 'તો આપણે કહેવું જોઈએ કે આમ શું કરવા કરો છો ?' 
    સ્વામીશ્રી કહે : 'ના, આપણે આપણું કાર્ય કરતા જવું. કોઈને કાંઈ કહેવું નહીં. કોઈનોય વિરોધ કરવો નહિ. ભગવાન બધું જુએ છે...'
    મેં કહ્યું : 'પણ બાપા, આપણે કહીએ તેમાં વિરોધ ક્યાં છે ? તેને જાણ તો થવી જોઈએ ને કે તે ખોટું કામ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે 'ફૂંફાડો તો રાખવો...' 
    તરત જ સ્વામીશ્રીએ કહ્યું : 'ફૂંફાડામાં પણ મોઢું દુખે. શાસ્ત્રીજી મહારાજની એ ભ્oશ્રજ્ઞ્ણૂક્ક(પોલીસી) નથી. આપણે પહેલેથી જ વિરોધ કર્યો નથી. કોઈ કહે, બોલે, મારે, પણ સામે પ્રતિકાર કરવો નહીં. આપણે ક્ષમા...'
    સ્વામીશ્રી બોલતા જ હતા ને અધવચ્ચે મેં કહ્યું : 'પણ બાપા, શાસ્ત્રીજી મહારાજના વખતમાં સાધુ કેટલા ? એક પૂજારી, કોઠારી, ભંડારી... પાંચ સાધુમાં કોઈ નવરું હોય તો કાંઈ કરે ને? અત્યારે તો અમે ઘણા બધા છીએ. નવરા છીએ એટલે...'
    વાત કાપતાં સ્વામીશ્રી કહે : 'નવરા હોઈએ તો ભજન કરવું, વિરોધ ન કરવો.' એમ કહી એ જ સહજ શાંતિથી ચળું કર્યું. જાણે કાંઈ વાત બની જ નથી!! કોઈ ચિંતા નહીં. કોઈ પ્રશ્ન નહીં કે કેટલી પત્રિકા છપાઈ હશે, કેટલી વહેંચાઈ હશે? ક્યાં ક્યાં વહેંચાઈ હશે?
    આ સ્થિતપ્રજ્ઞતા અને અજાતશત્રુતા સાધુતાની ચરમસીમા નહીં, તો બીજું શું ?

     

ટીકા કે વખાણ માટે નહીં, ભગવાન માટે...

બ્રહ્મદર્શન સ્વામી, સારંગપુર

  • ૧૯૮૬, મુંબઈ.
    એક યુવકે પોતાના પિતાની ટીકાત્મક પ્રવૃત્તિની વાત કરી, 'સ્વામી ! આપે હમણાં જે યુવકોને દીક્ષા આપી હતી તેના ફોટા સાથે સમાચાર છાપામાં આવેલા. તે કટિંગ લઈને મારા પિતાશ્રી જેને-તેને બતાવીને આપની ટીકા કરતા ફરે છે કે આવા દેશ-પરદેશના હોશિયાર સુખી ઘરના છોકરાને સાધુ બનાવે છે.' 
    હસતાં હસતાં સ્વામીશ્રી કહે : 'સારું, સારું, તેમની સેવા થઈ ગઈ. આપણી વાત ખાનગી હતી નહીં. જગજાહેર હતી. છતાંય કેટલાકને ખબર નહીં હોય તો ખબર પડશે. જાણે-અજાણે મને-કમને પણ તેની આ સેવા થઈ જશે. આપણા કાર્યની જાહેરાત થશે. તેથી વિશેષ પ્રચાર થશે. મહારાજ તેનું_ સારું કરશે.' 
    એક વખત સ્વામીશ્રીએ એક પ્રશ્નના ઉત્તરમાં કહેલું, 'ટીકાની તો મને પડી જ નથી... ટીકાનો ખુલાસો કરવાની પણ જરૂર લાગતી જ નથી.'
    ખરેખર, તેઓ જે બોલે છે તેમજ વર્તે છે એનો પ્રત્યક્ષ અનુભવ થયો.
  • તા. ૧૮-૬-૮૮ના રોજ માર્ખમ(ટોરન્ટો-કેનેડા)માં સવારે ચંદ્રકાન્તભાઈને ઘેર સ્વામીશ્રી સૌ સંતો સાથે ઉકાળાપાણી કરતા હતા. એ વખતે શાસ્ત્રીજી મહારાજના સમયની વાત નીકળી.
    પછી નિર્ભયસ્વરૂપ સ્વામી કહે : 'ભાદરાથી વિવેકસ્વરૂપ સ્વામી લખે છે કે અહીં બધે સુખડી વિતરણ માટે નીકળીએ છીએ ત્યારે લોકો ટીકા કરે છે ને ભાતભાતનું_ બોલે છે કે આ લોકોને કેટલુંય આવતું હશે ત્યારે તેમાંથી થોડુંક આપતા હશે...' 
    સ્વામીશ્રી કહે : 'બોલનારા તો બોલે. આપણે ભગવાનને માથે રાખીને કાર્ય કર્યે જવું. સાંભળવા રહીએ તો કામ ન થાય. ઘણા અણસમજણને લીધે બોલતા હોય છે. સમજાશે પછી નહીં બોલે. ભગવાન અને સંત જીવના ગુના સામે જોતા જ નથી. જો ગુના સામું જુએ તો જીવનું_ કલ્યાણ જ ન થાય. જેમ શ્રીજીમહારાજે બધાનું_ હિત ઇચ્છ્યું એમ આપણે પણ બધાનું_ હિત ઇચ્છવું.'
    ભગવતûચરણ સ્વામી કહે : 'આટલું ને આવું સરસ કામ કરો છો તેમ છતાં ક્યારેક લોકો ટીકા કરે તો કંટાળો ન ચઢે કે કંઈ કરવું નથીકે મૂકો પડતું!'
    સ્વામીશ્રી કહે : 'ભગવાનને રાજી કરવા છે તેને કંટાળો ન હોય. આપણે જે કામ લીધું છે તે પોતાના માટે નથી. ભગવાન માટે છે એવું સમજીએ તો કંટાળો ન ચઢે. ઉત્સાહ રહે. નહીંતર આઘુંપાછું થઈ જાય.'
    પોતાના હૃદયની ગુણાતીત ભાવના આ ટૂંકા વાર્તાલાપમાં જણાવીને સ્વામીશ્રીએ ગુણાતીત થવાનો માર્ગ બતાવ્યો.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |