|
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ-3)
સાધુ વિવેકસાગરદાસ
હરિલીલામૃત(૭/૩૨)માં આ વાત લખી છે : 'કાઠિયાવાડી બાઇ ઉચ્ચરી, રૂપૈયા આપો શ્રીહરિ...' આવી ભાવનાવાળું પણ એક મંડળ હતું.
મહારાજ હસ્યા ને વિચાર્યું કે 'બરોબર છે, તેમને ભક્તિભાવ છે. વળી, માગીને પણ મને જ સમર્પણ કરવું છે.' જેમ દíકરો બાપને કહે : મને ગલ્લાપેટીમાં નાખવા માટે પૈસા જોઈએ છે.' આવી ભાવના આમાં ïઝળકે છે. તેમને પોતાના માટે કશું માગવું નથી, મહારાજને રાજી કરવા માટે તેમનું આપેલું તેમને જ સમર્પણ કરીએ. શાસ્ત્રોમાં કહ્યું છે : तवैव वस्तु तुभ्यमेव प्रदीयते।
અને એક બીજું મંડળ છે, જે ઉત્તર ગુજરાતમાંથી આવેલ છે ને એ પણ બધી બાઈઓ છે. તેમાં મુખ્ય છે ડëoગરવાનાં જતનફોઈ.
જતનફોઈનો ઇતિહાસ પણ જોઈ લઈએ. જતનફોઈ પોતાના પિયર ડëoગરવામાં જ રહેતા હતાં. ખૂબ જ ભક્તિભાવવાળાં ને હેત-પ્રીતથી મહારાજને વિષે જોડëયેલાં. મહારાજ તેમને ત્યાં બત્રીસ વખત પધારેલા. તેમની સમજણ પણ બહુ ઉચ્ચ પ્રકારની હતી.
એક વખત મહારાજ તેમને ત્યાં ગયા. સંતો-ભક્તોનો મોટો સંઘ પણ સાથે હતો. જતનફોઈના પિતાશ્રીને એટલો બધો સત્સંગ નહિ અને આંખે અંધ હતા, પણ જતનફોઈને ખૂબ જ ઉમંગ કે 'મહારાજ મારે ત્યાં ઘણુંo રહે.' તેથી મહારાજને રાખવા માટેનો પ્રયત્ન કરતાં.
મહારાજ ઘણા દિવસ રહ્યા, તેમના પિતાશ્રી રોજ ઘરમાં તેમની અનાજની કોઠíઓ ને ઘીના કુડલા તપાસતા કે આ કોઠëર બધા ખાલી થતા જાય છે. એક દિવસ તો બધા કોઠëર ખાલી થઈ ગયા. તે વખતે તેમણે તેમની દીકરી જતનને કહ્યું : 'આ તારા સ્વામિનારાયણનેõ કહે કે હવે વિદાય થાય; કારણ કે હવે તો તળિયાં આવી ગયાં છે ને બધું સાફ થઈ ગયું છે.'
મહારાજે આ સાંભળી લીધું, તેથી મહારાજે જતનફોઈને કહ્યું : 'આ તારા બાપ શું કહે છે ?'
ત્યારે જતને કહ્યું : 'મારા બાપ એવું કહે છે કે સ્વામિનારાયણ જવાનો વિચાર કરે તો આડí સૂઈ જજે પણ જવા દેતી નહિ'.
બાપ કહે : 'હું એવું નથી કહેતો, આ તો બધું અવળું કહે છે.'
મહારાજ આ સાંભળી હસ્યા. મહારાજે કહ્યું : 'જતન ! આ સીધાં-સામગ્રીનું કેમ છે ?'
જતન કહે : 'મહારાજ ! બધું બરાબર છે.'
મહારાજે કહ્યું : 'લાવો, જોઈએ તો ખરા.'
પછí મહારાજ કોઠëરમાં પધાર્યા. તેલ-ઘીનાં કુડલાં, અનાજની કોઠíઓ જોવા લાગ્યા ને બધાં પર હાથ ફેરવવા માંડ્યા, તો બધું ભરાઈ ગયું.
જતનફોઈને તો એવું કંïઈ મનમાં હતું જ નહિ, પણ બીજે દિવસે તેના બાપ રોજની જેમ જોવા ગયા તો બધું ભરાઈ ગયેલું. તેમને થયું કે 'ગઈકાલે તો બધું ખાલી હતું ને કેવી રીતે ભરાઈ ગયું ?!'
તેમણે જતનને કહ્યું : 'તારા સ્વામિનારાયણ તો બહુ સારા છે, આપણી બધી કોઠíઓ પાછí ભરાઈ ગઈ. હવે તેમને કહેજે કે જાય નહિ, ભલે રહે. આ તો ભરી દે તેવા છે.'
અમુકમાં આવા લૌકિક ભાવો પણ હોય છે, પણ જતનફોઈને તો મહારાજને વિષે અતિ દિવ્યભાવ.
શ્રીજીમહારાજ ડëoગરવાની આજુબાજુ કરજીસણ વગેરે જે ગામો છે ત્યાં વચ્ચે એક વૃક્ષ છે તે વૃક્ષ ઉપર ચડí જતા અને જતનફોઈ માથા ઉપર ભાત લઈને જતાં ત્યારે કુકડëની જેમ અવાજ કરતા. તો જતનફોઈને થાય કે 'કોણ હશે ?' મહારાજને તેમનો ભાત ખાવો હોય ! તેથી ઝાડ પરથી નીચે આવી ભાત જમતા. આવા પ્રસંગો યોજી તેમને આનંદ કરાવેલો. આમ, જતનફોઈ દિવ્યભાવથી મહારાજમાં જોડëઈ ગયેલાં.
તેમના સંઘમાં વીસનગરનાં ઉદયકુંïવરબા, વહેલાલનાં વખતબા, જેતલપુરનાં ગંગાબા, કરજીસણનાં કસળબા, અશ્લાલીની બાઈઓ, ચલોડëનાં નાથાભાઈનાં પત્ની જીતબા એ પાકા સત્સંગી હતાં. શ્રીજીમહારાજનું વેલડું આવે ને તેમને ખબર પડી જાય કે 'મહારાજ આવી રહેલા છે.' આમ, ઘણાં-બધાં પાકા હરિભક્તો હતાં, જેઓ અહીં સારંગપુરમાં આવેલાં છે.
મહારાજે ઉત્તર ગુજરાતની બાઈઓને પણ કહ્યું કે 'જે માગો તે તમને આપીએ.'
જતનફોઈ કહે : 'મહારાજ ! તમે રાજી થયા છો ને ?' પોતે બોલવામાં બહુ પાવરધાં હતાં અને શૂરવીર હતાં. એટલે મહારાજને કહે છે કે 'અમે માગીએ તે તમે આપશો ને ?'
ત્યારે મહારાજ કહે રાજી છöયે, માગો મન માન્યું અમે દઈએ.
ત્યારે બોલ્યા જન જોડí હાથ, તમ પાસે એ માગીએ નાથ.
— મહારાજ ! હવે અમે જે માગીએ છíએ તે બરાબર સાંભળી લો, અમારે આવા ફગવા જોઈએ છે.
ઉત્તર ગુજરાતનો સંઘ એક અદ્ïભુત માગણી કરેછે.
'મહા બળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી;
એવું રદાન દીજિયે આપે, એહ માયા અમને ન વ્યાપે...'
અત્યાર સુધીના ઇતિહાસમાં ભક્તો ઉપર રાજી થઈને ભગવાને જ્યારે માગવાનું કહ્યું હોય ત્યારે આવું કોઈએ માંગ્યું હોય, તેવો ઇતિહાસ આપણને જડતો નથી.
હરિલીલામૃતમાં કહ્યું છે :
'બોલી ત્યાં ગુજરાતની નારી, માયા વ્યાપે ન અમને તમારી,
ન થાય તમમાં જનબુદ્ધિ, નિષ્ઠા અડગ રહે સદા સુધી...'(૭/૩૨)
લૌકિક માગનારા તો ઘણા છે. ધ્રુવ ઉપર ભગવાન રાજી થયા તો અવિચળ રાજ્ય માંગ્યું ! શું માગવું તેની ખબર જ પડí નહિ.
લખુ ચારણ ઉપર ભગવાન રાજી થઈ ગયા ત્યારે તેણે સાઠ ભેંસુ ને વાડí ને વીરો દીકરો આ પૃથ્વી ઉપર અમર રહે એવું માંગ્યું. તેને પણ માગતા ન આવડ્યું.
ભાગવતમાં ઘણાં પાત્રો આવે છે, તેમણે માગેલું છે. તેઓની માગણી પણ ઘણી સારી છે. પ્રહ્લાદે પણ ભગવાન પાસે લૌકિક માગ્યું નથી, 'ઇન્દ્રિયોના ગણ થકí રક્ષા કરજ્યો' — તેમ માંગ્યું છે.
પણ અહીં તો કoઈક જુદí જ પ્રકારની માગણી બાઈઓ કરે છે. આ કોઈ અદ્ïભુત વાત મૂકવામાં આવી છે. તેની કોઈ કલ્પના ન થાય. તેમણે એવું માંગ્યું છે કે જેણે કરીને આયુષ્યભરની ગાગર છલકાઈ જાય અને જન્મોજન્મનું દારિદ્ર્ય જતું રહે.
આપણી બુદ્ધિ કામ ન કરે તેવી આ માગણી છે.
લોકો કહે છે કે 'સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું સ્થાન શું ? કારણ કે સ્ત્રીઓ સંતોથી બહુ દૂર રહે છે. તો પછí તેમનાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિનું શું ? તેમના આધ્યાત્મિક ઉત્કર્ષનુંo શું ? ખાલી સત્સંગમાં આવી જઈને છૂટા પડíએ એટલાથી કોઈ અર્થ સરતો નથી.'
પરંતુ આ માગણી જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે બહેનોએ સત્સંગ કેટલો પચાવ્યો છે ! અંતરમાં સત્સંગ કેટલો બધો ઊંડù ઊતર્યો હશે !
કુશળકુંïવરબાઈએ ભગવાન પાસે નિર્વાસનિક થવાનું જ માગેલું છે. મીણબાઈ, લાડુબાઈ, જીવુબાઈ જેવાં સ્ત્રી-રત્નો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયેલાં છે.
આના પરથી ખ્યાલ આવે છે કે અક્ષરધામમાં કોઈ સ્ત્રી પણ નથી ને કોઈ પુરુષ પણ નથી, ત્યાં તો બધા જ મુક્તો છે. આવા મુક્તોએ આપણને પ્રેરણા મળે તેથી આવી માગણી કરેલી છે.
દેહ તો સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, પણ અક્ષરધામમાં તો બધી જ ચૈતન્યની જ મૂર્તિઓ છે. ત્યાં કોઈ ભેદ-ભાવ નથી, પણ અહીં આગળ મર્યાદાઓ છે. મર્યાદામૂલક મુક્તિનો માર્ગ શ્રીજીમહારાજે કરેલો છે. મુક્તિનો માર્ગ બધા માટે છે.
શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના ૧૧૬મા શ્લોકમાં આજ્ઞા કરેલી છે :
निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम्।
विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा॥
સ્ત્રી અથવા પુરુષ બધાંએ પોતાનો જે આત્મા છે તેને ત્રણ દેહથી વિરક્ત માની તેને વિષે બ્રહ્મરૂપની ભાવના કરી ભગવાનની ભક્તિ કરવી.
આ ૧૧૬મા શ્લોકની વાત શિક્ષાપત્રીના સામાન્ય ધર્મમાં કરી છે, વિશેષ ધર્મોમાં નથી. માટે સામાન્યમાં તો સ્ત્રી-પુરુષ બધાં આવી ગયાં. તો દરેકે આ શ્લોક સિદ્ધ કરવાનો છે.
એટલે સ્ત્રીના દેહમાં કલ્યાણ થાય નહિ, સ્ત્રીની મુક્તિ થાય નહિ એવું તો કાoઈ રહ્યું જ નહિ. દરેકની મુક્તિ થઈ શકે છે. પણ મહારાજે મર્યાદા સાથેની મુક્તિ કહી છે — તે સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે.
મહારાજે જોયું કે આટલી ઊંચી માગણી આ લોકોએ કરી ! ત્યારે મહારાજને પણ કેફ આવી ગયો કે માગ્યા વગરનું વધારે પણ દઈએ. કોઈ વિદ્યાર્થી સારો હોય તો શિક્ષકને વધારે ભણાવવાનો કેફ આવે. તેને થાય કે વધારે ભણાવી દઉં, કારણ કે તેની યોગ્યતા ઘણી છે. તેમ અહીં પણ મહારાજને ઉમંગ આવી ગયો !
જેમ ભગતજી મહારાજે સારંગપુરમાં નારાયણ કુંïડ ઉપર ગુણાતીતાનંદ સ્વામી પાસે તેમનું જ્ઞાન લેવાની માગણી કરી તે વખતે જેઠëભાઈ(વાણિયા) પણ હતા. ગુણાતીતાનંદ સ્વામી કહે : 'તમે વાણિયા છો. તમે ભજન કરજો. તમને અક્ષરધામમાં લઈ જઈશ. તમારે આટલું બધું કરવાનું નથી. પણ આ ભગતજીને ઉમંગ ઘણો છે.'
ભગવાન આપણી મુમુક્ષુતા જુએ છે, ત્યારે ભગવાનને પણ કેફ આવી જાય છે અને જે આપવાનું કહે છે તે પણ જુઓ -
'પછí બોલિયા શ્યામ સુંદર, જાઓ આપ્યો તમને એ વર.
મારી માયામાં નહિ મૂંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ.
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ.
એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત.
દíધા દાસને ફગવા એવા, બીજુo કોણ સમર્થ એવું દેવા?'
મહારાજે તેમને ફગવા આપી દíધા, કારણ કે તેમની યોગ્યતા હતી.
કેવી અદ્ïભુત માગણી કરી છે ! માગનાર કોઈ સાધુઓ નહોતા, પરંતુ સંસારી હતા, છતાં માંગ્યું છે કે કે'દિ દેશો મા સંસારી સુખ.
તદ્દન આ લોકથી પરની માગણી કરેલી છે.
'એમ રમ્યા રંગભર હોળી, હરિ સાથે હરિજન ટùળી.'
આમ, હોળી તો ઘણી બધી રમાય છે પણ આ વખતની સારંગપુરમાં જે હોળી છે. એ કંïઈક જુદા જ પ્રકારની થઈ ગઈ છે.
આપણાં જીવનમાં પણ એવો આધ્યાત્મિક ફૂલદોલ ઊજવાય અને જીવન હરિના રંગે રંગાઈ જાય એ જ અભ્યર્થના...
|
|