Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બોચાસણમાં સૌને સત્સંગ અને સાંનિધ્યનો અમૃતલાભ આપતા સ્વામીશ્રી

તીર્થધામ બોચાસણમાં ચાતુર્માસના પ્રારંભે સતત ૩૪ દિવસ સુધી બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે ચારુતર પ્રદેશને ભક્તિભાવથી પરિપ્લાવિત કર્યો હતો. શ્રાવણ માસ હોઈ પારાયણ પર્વ અને વિવિધ ઉત્સવોની શૃંખલા રચાઈ હતી. સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી ધન્ય બનવા અને તેઓના સાંનિધ્યમાં દિવ્ય સત્સંગનો લાભ મેળવવા હરિભક્તો દર્શનાર્થે ઊમટી રહ્યા હતા. ખેડા-આણંદ જિલ્લાનાં ગામોના સત્સંગીઓને સ્વામીશ્રીનો અલભ્ય લાભ મળ્યો. સ્વામીશ્રીની સ્નેહવર્ષા બોચાસણની ધરા પર અનરાધાર વરસતી રહી.
બોચાસણમાં ચાતુર્માસ પારાયણ દરમ્યાન સ્વામીશ્રીએ વરસાવેલી જ્ઞાનવર્ષામાંથી કેટલાંક અમૃતબિંદુઓનું પાન કરીએ.
વિવેક
સત્સંગ કરતાં કરતાં વિવેક આવે છે. વિવેક એટલે જડ ને ચૈતન્યનો વિવેક. વિવેક એટલે સત્ય-અસત્યનું જ્ઞાન. સાચી વસ્તુ શું છે ને ખોટી વસ્તુ શું છે? એ બે વસ્તુનું જ્ઞાન થવું જોઈએ. ઘણા કહે તો છે કે આ જગત ખોટું છે, છતાંય એમાંથી આસક્તિ ટળતી નથી. આ જગત જડ છે, નાશવંત છે, દુઃખનું કારણ છે. આ જો સમજાય તો જગતમાંથી પ્રીતિ ટળે અને ભગવાનમાં થાય.
'સાચા સગા ભગવાન ને સંત.'
આપણા સાચા સગા એ ભગવાન ને સંત છે. એના થકી સુખ-શાંતિ-મોક્ષ છે. એને વિશે હેત ને પ્રીત થાય એમ કરવું. ભગવાન અને સંતનું જ્ઞાન અને તેમનું સુખ સાચું છે. સત્પુરુષના સત્સંગથી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
'સંત વિના રે, સાચી કોણ કહે...' સંત એટલે જેને આત્મા-પરમાત્માનું જ્ઞાન થયું હોય, જેને જગત ખોટું થઈ ગયું હોય, જગતનો મોહ ટળી ગયો હોય. એવા સંત મળે તો આપણા હૃદયમાંથી જગત ખોટું કરી દે. એવા સંત ભગવાનનું સુખ આપવા આવ્યા છે, એટલે કોઈને દુઃખ દેવાનો વિચાર એમને આવે જ નહીં, છતાં સાચી વાત દુઃખ લગાડીને પણ કહે.
'ભગવાનમાં પ્રીતિ કરો.'
'દેવાનંદ સ્વામી કીર્તનમાં કહે છે કે 'ભગવાનમાં પ્રીતિ કરો.' ભગવાને કૃપા કરીને મનુષ્યદેહ આપ્યો છે. આપણે કેટલાં બધાં પુણ્ય કર્યાં હશે ત્યારે ભગવાનનો જોગ થયો છે! ભગવાનનો સંબંધ થાય એટલે જીવ ઊર્ધ્વગતિને પામે, બાકી દુનિયાના સંબંધથી અધોગતિને પામે. એટલે પ્રીતિ કેવી કરવાની? મન, કર્મ, વચને દૃઢ પ્રીતિ કરવાની. મનથી તેમને નિર્દોષ જાણવાના. તેમનામાં મનુષ્યભાવ આવવો ન જોઈએ. મનનું ધાર્યું મૂકીને ભગવાનનું ધાર્યું કરવું. ભગવાનમાં આવી દૃઢ પ્રીતિ થઈ જાય તો આ લોકમાં પણ સુખિયા ને પરલોકમાંય સુખિયા.'
'ભગવાનનું કામ તત્કાળ કરવું.'
'કેટલાક ડોહા એવા હોય જે ભજન કરે જ નહીં, પહેલેથી જ ભજન સિવાય બીજુ _ કરતા હોય, રીટાયર્ડ થયા પછી પણ ભગવાનનું ભજન ન કરે, ચોરેચૌટે બીડી પીએ, નવરા બેસી નખ્ખોદ વાળે, કોઈનાં લગ્ન થવાનાં હોય તો ફૂંક મારી આવે. ભગવાન ભજવાનું એમને સાંભરે નહીં, પછી છેલ્લી ઘડીએ ભગવાન થોડા યાદ આવે ? જવાનીમાં જેટલી કમાણી કરે તેટલું ઘડપણમાં કામ આવે, પણ તે ઘડીએ કમાણી ન કરે તો ઘર બધું સાફ થઈ જાય, પછી ઘડપણમાં રોવાનું થાય, હાથપગ ચાલે નહીં ને દુઃખી દુઃખી થાય. જવાનીનું કમાયેલું ઘડપણમાં કામ લાગે, તેમ જવાનીમાં જ ભક્તિ થાય. નાના હોઈએ ત્યારથી ભજન-ભક્તિ કરવી. ગુણાતીતાનંદ સ્વામી નાના હતા ત્યારથી ભજનભક્તિ કરતા, પણ અત્યારે જમાનો હાર્ટફેલનો છે, ઊપડી જવાશે. માટે ભગવાનનું કામ તત્કાળ કરવું. આપણે તો ભગવાનનું કામ કરવા આવ્યા છીએ ને ભગવાનને રાજી કરવાના છે.'
'માન સાથે વેર.'
'ભગવાનને માન સંગાથે વેર છે. માનમાંથી જ બધા ઉપદ્રવ થાય છે. માનમાંથી ક્રોધ ને ક્રોધમાંથી ઈર્ષ્યા જાગે.
પણ પોતામાં માન છે તે ઓળખાય ક્યારે? જ્યારે ભગવાન ને સંત મળે ત્યારે.
આપણે વધારે ભાગ્યશાળી છીએ. બીજે માન વગેરે મળશે, પણ આ સંતસમાગમ નહીં મળે. માટે માનનો ત્યાગ કરવો.
ભગવાન જેવા ભગવાને પણ માન રાખ્યું નથી. શ્રીજીમહારાજ પોતે જૂનાગઢ ગયા. ત્યાં બાવાની જમાત બેઠી હતી. બાવાઓએ તેમને જમતાં જમતાં સત્તર વખત ઊભા કર્યા તોય મહારાજે જમી લીધું, સાક્ષાત્‌û ભગવાન હતા છતાં 'હું ભગવાન છુ _ ને તું મને કોણ કહેનાર...?' એવું બોલ્યા નથી. દુનિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવા સમર્થ છે છતાં ભગવાન આવા નિર્માની રહ્યા. માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, 'જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કેમ માન?' ભગવાન નિર્માની છે, તેઓ સમર્થ છે, છતાં નિર્માની છે તો તેમના ભક્તને કેમ માન જોઈએ ?
આપણે પણ માન-અભિમાન મૂકીને કેવળ ભગવાનના દાસ થઈ રહેવાનું છે.'
'ભણતો હોય તેની પરીક્ષા થાય.'
'ભગવાન ભજવામાં મન પાછુ _ પડવું જોઈએ નહીં. કીર્તનમાં કહે છે કે 'જે દુઃખ થાય તે થાજો રે, ભગવાનને ભજવામાં...' પરંતુ ભગવાન દુઃખ આપવા આવ્યા જ નથી. ભક્તની પરીક્ષા કરવા માટે ભગવાન દુઃખ આપે. જે ભણતો હોય એની પરીક્ષા થાય.
'માન મૂકી ભક્તિ કરવી.'
ક્યારેક કોઈને મનમાં થાય કે મારા જેવો કોઈ ભક્ત નથી, જ્ઞાની નથી, વિદ્વાન નથી. એવું થાય છે એ જ મોટામાં મોટું માન છે. બોલવા ઉપરથી ખબર પડે છે કે એને માન છે, પણ આપણા કરતાં મોટા ભક્તો થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ તો કહ્યું કે બધાય સમજે છે ને હું નથી સમજતો એવું જ્ઞાન રાખવું, તો નિર્માની રહેવાય. ભગવાનને રાજી કરવા માન મૂકીને ભક્તિ કરવાની છે.
'તો અક્ષરધામમાં જવાશે.'
આ જગત આપણું નથી ને આપણે જગતના નથી. જ્યાં સુધી 'આપણું' મનાશે, ત્યાં સુધી દુઃખ થશે. આપણે ભગવાનના છીએ ને ભગવાન આપણા છે, આટલું માનવાનું છે.
યોગીજી મહારાજ કહેતા, 'ગુરુ થવાનો મારો ધર્મ જ નથી. હું તો સેવક જ છુ _. જન્મ્યો ત્યારથી દાસ જ છુ _.' આમ, સત્સંગમાં દાસ થઈએ તો દુઃખ ન આવે. આ સિદ્ધાંત સમજીએ તો 'હું' નથી ને 'મારું' નથી. જ્ઞાન થશે કે આત્મા છુ _ તો દુઃખ નથી. આપણું કાંઈ નથી છતાં 'મારું' મનાઈ ગયું છે, એ અજ્ઞાન. એ મુકાવા માટે ભગવાન સ્વામિનારાયણનો અવતાર છે. અક્ષરરૂપ મનાશે ત્યારે દુનિયામાત્ર ખોટી થઈ જશે. આત્મજ્ઞાન દૃઢ થશે તો સુખ થશે ને અક્ષરધામમાં જવાશે.'         

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |