પ્રમુખસ્વામી મહારાજ આધ્યાત્મિક નેનો ટેકનોલોજી છેઃ શ્રી મનોજભાઈ (વાઇસ ચાન્સેલર, એમ.એસ. યુનિવર્સિટી) તા. ૧-૯-૨૦૦૫ના રોજ અટલાદરા ખાતે યોજાયેલી સાયંસભામાં એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનોજભાઈએ પ્રમુખસ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં જણાવ્યું હતું: 'પ્રમુખસ્વામી મહારાજ આધ્યાત્મિક નેનો ટેકનોલોજી છે. હવે નેનો ટેકનોલોજીનો જમાનો છે. નેનો ટેકનોલોજી એટલે નાની વસ્તુમાં પણ પૅકેજિંગ કૅપેસીટી ખૂબ જ હોય. આ અર્થમાં પ્રમુખસ્વામી મહારાજ સ્વયં આધ્યાત્મિક નેનો ટેકનોલોજી છે. આજના પ્રસંગે નિષ્કુળાનંદ સ્વામીએ જે પ્રાર્થના કરી છે એ જ મારી પ્રાર્થના છેઃ 'મહાબળવંત માયા તમારી...'સાયંસભામાં સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે નિષ્ઠાવાન હરિભક્ત રસિકભાઈ અજમેરાના સુપુત્ર નિમિષના પુત્ર દેવની સુવર્ણતુલા કરવામાં આવી હતી. તા. ૨-૯-૨૦૦૫ના રોજ સાયંસભામાં પારાયણ બાદ શહેર વિસ્તારમાં યોજાયેલી પારાયણનાં વિજેતા મંડળોના સભ્યોને, કાર્યકરોને સ્વામીશ્રીના હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. તા. ૩-૯-૨૦૦૫ના રોજ સાયંસભામાં વડોદરા શહેર અને ગ્રામ્યમાં યોજાયેલી બાળપારાયણનાં વિજેતા મંડળોના પ્રતિનિધિઓને સ્વામીશ્રીના હસ્તે ઈનામ આપવામાં આવ્યાં. |
||