Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના અમદાવાદના રોકાણ દરમ્યાન કેટલાક વિશેષ સ્મરણીય પ્રસંગો

  • તા. ૧૬-૧૨-૦૬ના રોજ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે નાનેજ ધામ - રત્નગિરિથી જગદ્‌ગુરુ રામાનંદાચાર્ય નરેન્દ્રાચાર્ય પધાર્યા હતા. દક્ષિણ ભારતમાં તાજેતરમાં સ્થાપવામાં આવેલા રામાનંદ પીઠના પીઠાધીશ તરીકે તેઓ હિન્દુત્વના પ્રસારનું કાર્ય કરી રહ્યા છે.  સ્વામીશ્રીની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિ પ્રત્યે તેઓએ અહોભાવ વ્યક્ત કર્યો હતો.
  • તા. ૧૭-૧૨-૦૬ના રોજ સત્સંગસભામાં સ્વામિનારાયણ અક્ષરપીઠ પ્રકાશિત આૅડિયો સીડી 'દિગંતમાં ડંકા' અને વીડિયો સીડી 'સત્સંગ દર્શન ભાગ-૭૭'નું સ્વામીશ્રીએ ઉદ્‌ઘાટન કર્યું હતું.
  • તા. ૨૩-૧૨-૦૬ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને અમદાવાદ શહેરના નવનિયુક્ત કમિશ્નર શ્રી જે.એમ. મહાપાત્ર દર્શને આવ્યા હતા. તેઓએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ ગુજરાત રાજ્યના પોલીસ દળના વડા શ્રી પાંડે સાહેબ પણ દર્શનાર્થે આવ્યા હતા.
  • તા. ૨૮-૧૨-૦૬ના રોજ સ્વામીશ્રીએ 'ભગવાન સ્વામિનારાયણ - એક પરિચય' હિન્દી પુસ્તિકાનું ઉદ્‌ઘાટન કર્યું હતું.
  • ૨૦૦૬ના વર્ષનો એ અંતિમ દિવસ હતો. સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરી મંદિરના પ્રાંગણમાં આવ્યા હતા. તે સમયે લંડનની બી.એ.પી.એસ. સંસ્થાની જ સ્વામિનારાયણ સ્કૂલના પ્રાયમરી વિભાગના આચાર્ય ઉમેશ રાજા તથા શિક્ષક સ્કોટ હોલેન્ડ ગુજરાતના ભરવાડનો પરંપરાગત વેશ ધારણ કરીને હાથમાં ડાંગ લઈને ઊભા હતા. ખ્રિસ્તીઓના વર્ષના આ છેલ્લા દિવસે સ્કોટ હોલેન્ડ પોતાની ધાર્મિક રૂઢિઓ અને પોતાના વતન છોડીને ખાસ રાયસણ, અમદાવાદ-ગાંધીનગર રોડ ખાતે આવેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સ્કૂલના કાર્ય માટે આવ્યા હતા. સ્વામીશ્રી તેઓની સદ્‌ભાવના જોઈને રાજી થયા અને તેમને આશીર્વાદ આપ્યા હતા.
  • તા. ૩-૧-૦૭ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં ગુજરાતી સાહિત્ય વિશ્વના જાણીતા સાક્ષર રઘુવીરભાઈ ચૌધરી અને કવિ ચંદ્રકાન્તભાઈ શેઠ આવ્યા હતા. તા. ૯-૧-૦૭ના રોજ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલભાઈ ત્રિવેદી દર્શને આવ્યા હતા. ગુજરાતના આ અગ્રણી સાક્ષરો અને કેળવણીકારોએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
  • પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ દ્વારા રચિત સંસ્કૃત ગ્રંથ 'અક્ષરપુરુષોત્તમ ચરિતમ્‌'નું સંકલિત ગુજરાતી ભાષાંતર (અનુવાદક : શ્રુતિપ્રકાશ સ્વામી) સ્વામીશ્રીના હસ્તે ઉદ્‌ઘાટિત કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિવેકસાગર સ્વામી લિખિત 'અમૃત સમીપે' પુસ્તકનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીએ કર્યું હતું.
  • અહીંના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા એક ખાસ સારવાર આપવામાં આવી હતી. ઈ.ઈ.સી.પી. (એન્હેન્સ્‌ડ એક્સ્ટર્નલ કાઉન્ટર પલ્સેશન) તરીકે જાણીતી આ સારવાર દ્વારા સ્વામીશ્રીના હૃદયની કાર્યક્ષમતાને વિશેષ સક્ષમ કરવામાં આવી હતી.         
 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |