|
અમદાવાદ-ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજ
ગુજરાતની પાટનગરી ગાંધીનગર ખાતે તા. ૨-૫-૦૭ના રોજથી ૭-૫-૦૭ દરમ્યાન બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે સૌ પર કૃપાવર્ષા વરસાવી હતી. અહીં નિત્ય પ્રાતઃકથા અને સ્વામીશ્રીનાં પૂજાદર્શન માટે હજારો હરિભક્તો ઊમટતા હતા. રોજ પ્રાતઃપૂજાનાં દર્શને અમદાવાદ તેમજ ગાંધીનગરની આજુબાજુ નાં ગામડાંના હરિભક્તો પદયાત્રા કરીને આવતા હતા. તે સૌને સ્વામીશ્રીની પ્રસન્ïનતા પ્રાપ્ïત થઈ. સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ છાંદોગ્ય ઉપનિષદ પારાયણનો લાભ આપ્યો હતો. રવિવારની સત્સંગસભામાં પધારીને આશીર્વચનનો લાભ આપ્યો હતો. ગાંધીનગર પધારતા પૂર્વે સ્વામીશ્રીએ અમદાવાદમાં પણ લાભ આપ્યો હતો. અહીં અમદાવાદ અને ગાંધીનગરના વિચરણની એક ઝલક પ્રસ્તુત છે...
અમદાવાદમાં સ્વામીશ્રી તા. ૨-૫-૨૦૦૭ના રોજ બોચાસણથી વિદાય લઈ પ્રમુખસ્વામી મહારાજે સંધ્યા સમયે અમદાવાદમાં શાહીબાગ ખાતે સ્વામિનારાયણ મંદિરે અવિસ્મરણીય લહાવો આપીને સૌને ધન્ય કર્યા હતા. આયોજિત કાર્યક્રમ મુજબ માત્ર ઠાકોરજીનાં દર્શન કરીને સ્વામીશ્રી ગાંધીનગર જવા વિદાય લેવાના હતા, પરંતુ સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે અહીં હજારો હરિભક્તોથી મંદિર-ચોક અને અટારીઓ ઊભરાતાં હતાં. દર્શન કરીને સ્વામીશ્રીએ અભિષેક મંડપમાં પધારી શુભ સંકલ્પો સાથે મૂર્તિ પર અભિષેક કર્યો હતો. સ્વામીશ્રીએ પ્રાંગણમાં પગથિયાં પાસે બે ફૂટ ઊંચા નાના મંચ પર સૌનું અભિવાદન ઝીલવા માટે પધાર્યા. સ્વાગતવિધિ બાદ મોડું થઈ ગયું હતું, છતાં સૌ હરિભક્તોનો અનન્ય ભાવપ્રવાહ જોઈને સ્વામીશ્રીને જ આશીર્વચન કહેવાનો ઊમળકો આવ્યો હતો. હાથમાં માઇક લઈને જ સ્વામીશ્રીએ શરૂ કર્યું, 'સમય થોડો છે, પણ શ્રદ્ધા અને ભક્તિ આગળ આ બધું ગૌણ થઈ જાય. શોર્ટ એન્ડ સ્વીટ. થોડું હોય એટલું સારું, મીઠું લાગે. લબકઝબક દર્શન થઈ જાય તો આનંદ થઈ જાય. ભગવાન અને સંતનો ઝબકારો છે, એનાથી શાંતિ... શાંતિ.... થઈ જાય. શતાબ્દી નિમિત્તે વિદેશયાત્રા થાય છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો સંકલ્પ છે એ પ્રમાણે યાત્રા થાય છે. તમે બધા પણ માળા અને સંકલ્પ કરજો કે પરદેશમાં પણ નિર્વિઘ્ને યાત્રા થાય. વહેલા વહેલા આવી જઈએ અને આપ બધાનાં દર્શન કરીએ એમ પ્રાર્થના કરજો. શતાબ્દી ઉત્સવ અહીં થવાનો છે. અમદાવાદને લાભમ્ લાભમû લાભા જ છે.' સ્વામીશ્રીએ ટૂંકમાં સૌને અદ્ભુત સ્મૃતિ આપી દીધી. સ્વામીશ્રીની એક અલપઝલપ મુલાકાતે સૌને ધન્યતાથી છલકાવી દીધા.
|
|