|
વિશ્વશાંતિ મહાયાગ - સ્મૃતિયાગ
તા. ૨૨-૬-૦૭ના રોજ સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં વિશ્વશાંતિ મહાયાગ યોજાયો હતો. જેમાં ૮૦૦થી વધુ યજમાનો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
સ્વામીશ્રીએ મૂર્તિઓનું પૂજન કરીને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું : 'આ યજ્ઞ કરવાની ભાવના એ છે કે સર્વત્ર શાંતિ થાય. લોકોને ભગવાનમાં શ્રદ્ધા વધે, એમના દેશકાળ સારા થાય, કુટુંબમાં પણ શાંતિ પણ થાય. સાંસારિક, વહેવારિક કાર્યોમાં પણ સરળતા થઈ જાય. આ યજ્ઞથી ૩૩ કરોડ દેવતા, અવતારો અને સાક્ષાત્ ભગવાન પુરુષોત્તમની પ્રસન્નતા થાય છે અને આપણને શાંતિ-સુખ પ્રાપ્ત થાય. આજે જે કોઈ યજ્ઞમાં બેઠા છે, આવ્યા છે, દર્શન કરે છે એ બધાનું ભગવાન કલ્યાણ કરશે. આની વાત સાંભળે તો એનું પણ કલ્યાણ થાય.'
આમ, શિકાગોમાં સતત ૧૫ દિવસ સુધી બિરાજીને સ્વામીશ્રીએ અહીં વસતા હરિભક્તો-ભાવિકોને અદ્ભુત આધ્યાત્મિક ભાથું બાંધી આપ્યું હતું. |
|