ભાવનગરમાં સ્વામીશ્રીના ભોજન દરમ્યાન ...
ભાવનગરમાં સ્વામીશ્રીના ભોજન દરમ્યાન કેટલાક દ્વેષી તત્ત્વોની વાત નીકળતાં પરમસ્વરૂપ સ્વામી કહે, 'આવા પ્રસંગે કેવળ આપની એક ધીરજને લીધે સૌ ધીરજ રાખી શકે. બાકી તો કેટલાક માણસોએ એટલો બધો આપનો દ્વેષ કર્યો છે કે કોઈ સહન ન કરે.' તેઓ એક નિશ્ચિત સંદર્ભમાં વાત કરી રહ્યા હતા.
સ્વામીશ્રીએ કહ્યું : 'આપણે તો શ્રીજીમહારાજને સર્વકર્તા માનીએ છીએ એટલે આપણને શાંતિ રહે છે.'
સંતોએ કહ્યું : 'આવા પ્રસંગોમાં ભલભલા હાલી જાય. આવા જે દ્રોહી હોય એને તો એવું ફળ મળવું જોઈએ કે બધાને ખબર પડે કે દ્રોહ કર્યો એટલે ફળ મળ્યું.'
તેઓને રોકતાં સ્વામીશ્રીએ તરત જ કહ્યું : 'આપણે તો એની બુદ્ધિ સારી થાય એવી પ્રાર્થના કરવી.' એમ કહીને કહ્યું : 'એનું ફળ આપનાર શ્રીજીમહારાજ છે.'
સ્વામીશ્રીની અજાતશત્રુતાનો જોટો જડે એમ નથી. |