નવસારીમાં પ્રમુખસ્વામી મહારાજ
તીથલમાં અલભ્ય લાભ આપીને પ્રમુખસ્વામી મહારાજ નવસારી સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૩-૧૨-૨૦૦૮ થી તા. ૨૦-૧૨-૨૦૦૮ સુધી બિરાજીને સત્સંગનો અમૃતલાભ આપ્યો હતો. મુંબઈ હાઈવે પર સ્થિત આ મંદિર દક્ષિણ ગુજરાતનાં સત્સંગકેન્દ્રો પૈકીનું એક ધમધમતું કેન્દ્ર છે. અહીંના આઠ દિવસના રોકાણ દરમ્યાન હરિભક્તોના હૈયે ભક્તિની હેલી ઊભરી હતી. સેંકડો બાઈ-ભાઈ હરિભક્તોએ વ્રત-ઉપવાસ, પદયાત્રા-દંડવતયાત્રા તેમજ વિવિધ નિયમોના પાલન દ્વારા સ્વામીશ્રી પ્રત્યે પોતાની ગુરુભક્તિ અદા કરી હતી.
સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં બાળકોએ 'બાળદિન' અને યુવકોએ 'યુવાદિન' ઊજવીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. નિત્ય સેંકડો હરિભક્તો નૂતન સભાગૃહમાં ઉપસ્થિત રહીને કથાવાર્તા અને પારાયણનો લાભ લેતા હતા.
|