સુરતમાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૨૩-૧૨-૨૦૦૮ના રોજ પ્રમુખસ્વામી મહારાજ ગુજરાતની સોનાની મૂરત સમી સુરત નગરીમાં પધાર્યા હતા. તા. ૨૩-૧૨-૨૦૦૮ થી ૧૬-૧-૨૦૦૯ દરમ્યાન સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં સુરતમાં સત્સંગની વસંત મોહરી ઊઠી હતી. સંતો-હરિભક્તોએ ગુરુહરિના આગમનને ઉમળકાભેર વધાવ્યું હતું. બાળકો-કિશોરો-યુવકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન કેટલીક ચિરંતન સ્મૃતિઓ સુરત શહેરને પ્રાપ્ત થઈ હતી.
સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં લગભગ ૫૦,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોએ સમર્પણની ગંગા વહાવીને એક અવિસ્મરણીય ભક્તિપૂર્ણ માહોલ ખડો કર્યો હતો. આ ઉપરાંત સૌને ગુરુપરંપરાની નૂતન મૂર્તિઓની પુનઃપ્રતિષ્ઠા અને ૭૦મા ભાગવતી દીક્ષા મહોત્સવનો લાભ પ્રાપ્ત થયો હતો. સુરતમાં સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં થયેલા વિવિધ ઉત્સવોની ઝલક અહીં પ્રસ્તુત છે...
|