|
સ્વયંસેવકોની વિશિષ્ટ સભા
તા. ૨૮-૬-૨૦૧૦ના રોજ સવારે ૯-૦૦થી ૧૧-૦૦ દરમ્યાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં અક્ષરધામ પરિસરમાં સેવા આપતા સ્વયંસેવકોની એક વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું. આ સત્સંગ સભામાંથી સૌને સેવાની સાથે સાથે આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું બળ પ્રાપ્ત થયું હતું.
નિયત સમયે આરંભાયેલી સભામાં સ્વામીશ્રી પધાર્યા પછી અક્ષરધામના દિવ્ય અનુભવોની વાત અહીંના સંતોએ રજૂ કરી. ત્યારપછી સેવકોએ 'શહેનશાહે આલમ' સંવાદની પ્રસ્તુતિ કરી. સંવાદ બાદ વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું. ત્યારબાદ મિસ્ટિક ઇન્ડિયા આઈમેક્સ ફિલ્મમાં હર કી પૈડીની આરતીવાળા સંવાદની સ્વયંસેવકોએ પ્રેરક પ્રસ્તુતિ કરી.
સભાના અંતે સ્વામીશ્રીએ હિન્દી અને ગુજરાતી મિશ્રિત આશીર્વાદ આપીને સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી. સ્વામીશ્રીએ જણાવ્યું, ''આપ બધા અહીંયાં જે સેવા કરો છો, એ સેવાનો મહિમા સાંભળ્યો એનાથી ઘણા લાભ થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં કેટલી તાકાત છે, તેની વાતો સાંભળી.
કુછ લોગોં કો નામકા, સત્તા કા અભિમાન હૈ. સબ લોગ ઐસા માનતે હૈં કિ દુનિયામાં મેરે જૈસા કોઈ નહીં, લેકિન શહેનશાહ કો સંતને અપની સંસ્કૃતિ કા મહિમા કહી તો ઉસસે ઉનકા અભિમાન છૂટ ગયા કિ મૈં ઇસ સંસ્કૃતિ આગે કુછ નહીં હૂં.
હમારી સંસ્કૃતિ યહીં શિખાતી હૈં કિ હમેં અભિમાન છોડ દેના ચાહિએ કિ મૈં શહેનશાહ હૂઁ, રાજા હૂઁ, શેઠ હૂઁ, શાહુકાર હૂઁ, મૈંને બડી વિદ્યા કા અભ્યાસ કિયા હૈ. યે ઠીક હૈં, સબ કરને કી જરૂરત હૈં, કિન્તુ ઉસકા અભિમાન નહીં હોના ચાહિએ કે મેરે જૈસા કોઈ નહીં હૈ, કોઈ કર નહીં સકતા. અભિમાન સે ચલતે હૈં ઉસકો કાર્ય મેં કોઈ સફલતા નહીં મિલતી. સિકંદર કા સબ જગહ વિજય હુઆ, લેકિન ભારત મેં આયા તો ઉસકા અભિમાન તૂટ ગયા ઔર નમ્ર હો ગયા.
ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ, ભારતીય સંતસમાજ, ભક્તલોગ મેં ભગવાન કી તાકાત હૈ, ઔર ધર્મકી તાકાત હૈ. નમ્રતા સે કામ કરતે હૈં તો અપના પરાજય નહીં હોતા હૈ. આપ ગરીબ હો, તવંગર હો, લેકિન જિસકે પાસ ભગવાન કા બલ હૈ વો સબસે અધિક સુખી હૈ, ઉસકી તાકાત ભી બહુત હૈ.
આપણી સંસ્કòòતિમાં આત્મા ને પરમાત્માનું જ્ઞાન શ્રેષ્ઠ છે. આત્માને નાત-જાત, કુટુંબ-પરિવાર, દેશવેશ કંઈ નથી. હમ તો ભગવાન કે ભક્ત હૈં ઔર મૈં આત્મા હૂઁ. બસ, યહ સમજ દૃઢ કરેંગે તો શાંતિ મિલેગી, બલ મિલેગા ઔર જો કાર્ય કરેંગે ઉસમેં આનંદ રહેગા.
યોગીજી મહારાજને નાના બાળકથી માંડીને મોટા રાજા-મહારાજા હોય, વિદ્વાન હોય કે ખેતી કરતા ખેડૂત હોય, ગરીબ હોય કે તવંગર હોય બધા જ પ્રત્યે સમભાવ. ઐસે સંત જો મિલે તો અપના કાર્ય અચ્છા હોતા હૈ. એમને તો ભગવાનની ભક્તિ કરવી અને કરાવવી, ધર્મમાં રહેવું ને બીજાને ધર્મમાં રાખવા એ જ લક્ષ્ય છે. એમનું મન મોટું છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન બધાને આપી સુખિયા કરે.
આપ સૌને અક્ષરધામની સેવા મળી એટલે તમારા જેવા કોઈ ભાગ્યશાળી નથી. અહીં જે નાની મોટી સેવા કરો છો એ અનંતગણી થઈને પાછી આવશે. આ સેવા આત્માના સુખ માટે છે. બધા પોતાનું ઘરબાર, નોકરી-ધંધા મૂકીને, કોઈપણ પ્રકારની ઇચ્છા રાખ્યા સિવાય મહિમાએ સહિત, પ્રેમથી, ઉત્સાહથી, સમર્પણભાવથી સેવા કરો છો, તો ભગવાન ખૂબ રાજી થશે. એવું બળ મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ આપ સર્વને આપે એ જ પ્રાર્થના.'
|
|