|
દીપોત્સવી પર્વ
તા. ૦૫-૧૧-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં ગોંડળ અક્ષરમંદિરમાં દીપોત્સવી પર્વ શાનદાર રીતે ઊજવાયું હતું. દેશ-વિદેશથી હજારો હરિભક્તો સ્વામીશ્રીના સાંનિધ્યમાં આ પર્વ ઊજવવા ઊમટ્યા હતા. રંગ-બેરંગી વીજદીપકોથી આખું મંદિર અને અક્ષરદ્વાર ઝળહળતાં રોશની રેલાવતાં હતાં. સવારથી જ અનેરો ઉત્સવનો માહોલ જામ્યો હતો. અક્ષરદેરી અને મંદિર ઉપર ઠાકોરજી સમક્ષ દીપમાળા ઝગમગતી હતી.
સભામંડપમાં પધારીને સ્વામીશ્રીએ પૂજા કરી. ગોશાળાની બાજુના આ સભામંડપની પાર્શ્વભૂ ઉપર ફ્ûલેક્સ ઉપરના કોતરણીયુક્ત ગવાક્ષોમાં દીપ શોભી રહ્યા હતા. વળી, ત્રણ ગવાક્ષમાં અક્ષર-પુરુષોત્તમ મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ શોભી રહ્યા હતા.
પૂજાની પાટ લાલ વસ્ત્ર ઉપર નાડાછડી અને શ્રીફળ તથા કળશના શણગારથી શોભી રહી હતી. સંતોએ દીપાવલીને અનુરૂપ કીર્તનો ગાયાં. સૌએ સ્વામીશ્રીની મૂર્તિને હૃદયસ્થ કરી.
આજે સ્વામીશ્રીના દર્શને જાણીતા બ્રિટિશ વિદ્વાન શ્રી જ્હૉન માલ્કમ પધાર્યા હતા. વિવેકસાગર સ્વામીએ હાર પહેરાવીને સંસ્થા વતી તેઓનું સન્માન કર્યું. ૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણને તત્કાલીન બ્રિટિશ ગવર્નર સર જ્હૉન માલ્કમ રાજકોટમાં મળ્યા હતા. એ સર જ્હૉન માલ્કમ પર સંશોધન કરી રહેલા આ વિદ્વાનનું નામ પણ યોગાનુયોગ જ્હૉન માલ્કમ છે.
આજના દિવસે "ખ્n ત્nદ્દશ્વંફુ્યણૂદ્દજ્ઞ્on દ્દં ણ્જ્ઞ્nફુ્યજ્ઞ્સ્ન્m" નામના હિંદુત્વ પર પ્રકાશ પાથરતા બે ભાગનું ઉદ્ઘાટન પુસ્તકના લેખક વિવેકજીવન સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. એ જ રીતે ભરતભાઈ વડોદરિયા દ્વારા સંકલિત 'સ્મૃતિ તોરણ'નું (યોગીજી મહારાજની વિવિધ મુદ્રાઓના ફોટો આલ્બમ) ઉદ્ઘાટન વિવેકસાગર સ્વામીએ અને 'સંસ્કૃતિ નાદ' પુસ્તિકાનું ઉદ્ઘાટન મુકુંદચરણ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. દિલ્હી અક્ષરધામસ્થિત ભગવાન સ્વામિ-નારાયણની પ્રતિમાની પ્રતિકૃતિ તથા નીલકંઠવણીની પ્રતિમા ઉદ્ઘાટિત થઈ. સંપૂર્ણ વચનામૃતની ઓડિયો સી.ડી. તથા ડી.વી.ડી. અને સ્વામીશ્રીએ સ્વમુખે વચનામૃત વાંચીને નિરૂપણ કરેલી વીડિયો સી.ડી. વગેરે ઉદ્ઘાટિત થયાં.
સાંજે ૫-૧૦ વાગે સ્વામીશ્રીના સાંનિધ્યમાં અક્ષરમંદિરના વિશાળ પ્રાંગણમાં શારદાપૂજન-ચોપડાપૂજન પ્રસંગે દેશ-વિદેશના હરિભક્તો પોતાના ચોપડા લઈને આવ્યા હતા. મંદિરની સન્મુખ સુંદર મંચ રચ્યો હતો, તેના પર ચોપડાઓ પધરાવવામાં આવ્યા હતા. તેની વચ્ચે સ્વામીશ્રીનું આસન ગોઠવવામાં આવ્યું હતું. પાર્શ્વભૂમાં દીપાવલીને અનુરૂપ શણગાર શોભી રહ્યા હતા. નાગરવેલનાં પાન, દીપ, સ્વસ્તિક, કળશ અને દીપમાળાના ફ્ûલેક્સ વડે મંચ સુંદર રીતે શોભી રહ્યો હતો. અક્ષરમંદિરના પગથિયાંની વચ્ચેના નાનકડા ચોકમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ શોભી રહ્યાં હતાં. હનુમાનજી-ગણપતિજીની વચ્ચેના વિશાળ પટ ઉપર તોરણો શોભી રહ્યા હતા અને રંગબેરંગી લાઇટ વડે મંદિર તથા પરિસર અદ્ભુત લાગી રહ્યું હતું. શ્વેતવૈકુંઠ સ્વામીએ વિધિનો પ્રારંભ કરાવ્યો. ચોપડાપૂજનની પ્રત્યેક વિધિમાં રત સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિઓ ઉપસ્થિત હજારો હરિભક્તોને હૈયે સદાયને માટે કંડારાઈ ગઈ હતી. સ્વામીશ્રીના વિશેષ ને વિશેષ નજીકથી દર્શન થાય એ માટે પ્રાંગણમાં એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિધિના અંતે વિવેકસાગર સ્વામી તથા કોઠારી જ્ઞાનપ્રસાદ સ્વામીએ પ્રત્યેક ચોપડા ઉપર સ્વામીશ્રીનાં પ્રસાદીભૂત પુષ્પ અને ચોખા પધરાવ્યા. આજના આ દિવસે વિશ્વવિખ્યાત વીણાવાદક નારાયણમણિજી પણ દર્શને આવ્યા હતા.
વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ કિશોરી મંડળ અને મહિલા મંડળે ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલી ચાદર અને પુષ્પહાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યાં.
ત્યારબાદ સ્વામીશ્રીએ વિશ્વમાં શાંતિ પ્રવર્તે, સૌના દેશકાળ સારા રહે, સૌ હરિભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરે અને અમેરિકાના ન્યૂજર્સીમાં 'અક્ષરધામ' તથા લોસએંજલસમાં મંદિરનું નિર્માણ વહેલી તકે પૂર્ણ થાય એવા શુભ સંકલ્પો સાથે 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂñન કરાવી હતી. આ પરમ પવિત્ર પર્વે સ્વામીશ્રીએ અમૃતવાણી વહાવતાં જણાવ્યું કે 'આવાં દર્શનનો લાભ મળે છે એ આપણાં ભાગ્ય છે. 'ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં, કોટિ થયા કલ્યાણ' નિષ્કુળાનંદ સ્વામીએ કેફમાં બધાં કીર્તનો ગાયાં છે.
ખરેખર આપણાં ભાગ્ય જાગ્યાં છે. આપણે કંઈ અધૂરું નથી રહ્યું, કારણ કે કલ્યાણનો માર્ગ ભગવાન ને સંત બતાવ્યા છે. શ્રીજીમહારાજે વચનમૃતમાં કહ્યું છે 'ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ આ બધા ગ્રંથોમાં ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી કહ્યા છે.' શ્રીજી-મહારાજે આપણા માટે બહુ ઉત્તમ વાત વચનામૃતમાં લખી છે.
આપણે તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો આવી ગયો. ભગવાનનો રાજીપો થયો છે તો એનો સ્વાદ આપણને આવે છે. સહેજે સહેજે ભગવાનની દયા થઈ ગઈ ને જોગમાં આવી ગયા. શ્રીજીમહારાજે આત્મા-પરમાત્માનું જ્ઞાન આપ્યું છે. જ્યાં સુધી આત્મારૂપ થવાય નહીં ત્યાં સુધી મુશ્કેલી લાગ્યા કરે, પણ જ્યારે આત્મારૂપ થવાશે ત્યારે શાંતિ ને સુખ જ છે. આત્મા-રૂપ થઈને પરમાત્માનું સુખ લેવાનું છે.
અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત પણ એ જ છે કે અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમ શ્રીજી-મહારાજની ભક્તિ કરવી. આપણે અક્ષરરૂપ થવાનું છે, દેહના ભાવ ટાળવાના છે. ભીડાભક્તિમાં દેહના ભાવ ટળતા જાય. આવા સમૈયા-ઉત્સવ થાય એ આપણા મોક્ષનું કામ છે. વહેવારની સાથે સાથે ભગવાનનાં દર્શન, સમૈયા થઈ જાય છે એ આજે આપણું મોટું ભાતું છે. જોગી બાપા અહીં વિરાજતા. અહીં હજારો ભક્તો આવતા, ઉત્સવ થતો. આવા ઉત્સવમાં આવ્યા એમાં કેટલાયનું કામ થઈ જાય, આશીર્વાદ મળી જાય.
દેહભાવ હોય એટલે કેટલીક વખત મુશ્કેલી લાગે છે, પણ મુશ્કેલી વહેવારમાં ઘણી ઘણી છે છતાંય વહેવાર કરીએ જ છીએ, એમાં થાક નથી લાગતો, મુશ્કેલી નથી લાગતી, તો પછી ભગવાન ભજવામાં થાક ન લાગવો જોઈએ. આ સત્સંગથી આપણને લાભ છે એમ મનાય તો ભીડો લાગે નહીં. આપણે તો ભગવાનને રાજી કરવાના છે ને ભક્તિ કરતાં દુઃખ આવે જ છે. ભક્તોએ દુઃખો સહન કરીને પણ ભગવાનને રાજી કર્યા છે.
નરસિંહ મહેતાને કેટલું દુઃખ આવ્યું ? દુઃખ વેઠ્યું, પણ ભગવાનને રાજી કર્યા. મીરાં રાણી હતાં, પણ ભગવાન કૃષ્ણના ભક્ત થયા ને દુઃખ આવ્યું, પણ ભગવાનને મૂક્યા નથી. દાદાખાચરે બધું મહારાજને આપી દીધું.
ભગવાન આપણને દુઃખ આપે ને આપણી કસોટી કરે. આપણી દૃઢતા વધારે થાય એના માટે તેઓ કસોટી કરે છે. જે ભણે એની પરીક્ષા થાય. સોનું સાચું હોય તો એને કસોટીએ ચઢવું પડે. એમ સાચા ભક્તોની ભગવાનને કસોટી કરીને એનું કલ્યાણ કરવું છે, સુખી કરવા છે. આત્મા-પરમાત્માના જ્ઞાનની દૃઢતા કરાવવી છે એટલે આવી કસોટી થાય, તો ડગવું નહીં. જે ભક્ત થાય એની પરીક્ષા થાય, ભગવાન એને તાવે છે. એમાં પણ ભગવાન જે કરશે એ સારા માટે એવું મનાય તો શાંતિ રહે. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સાચું છે એ જ્ઞાન થયું છે તો એણે કરીને સુખિયા થાય, એને પછી કંઈ દુઃખ છે જ નહીં.
દેહના ભાવો આવી જાય એટલે દુઃખ થાય છે, પણ આપણે આત્મા છીએ. એક જ શબ્દ સમજવાનો છે. જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી દુઃખ થાય છે. એ માર્ગે સૌએે જવાનું છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે આવું જ્ઞાન આપીને આ માર્ગ આપ્યો છે. જીવનમાં સર્વ પ્રકારે સુખિયા થઈ ભગવાનને રાજી કરવા છે અને જીવનું કલ્યાણ કરવું છે એવું બળ સર્વને રહે એ મહારાજને પ્રþëર્થના.'
૮:૨૨ વાગ્યા હતા. સ્વામીશ્રીએ કેફમાં અદ્ભુત આશિષવર્ષા કરી હતી. સભાના અંતે સ્વામીશ્રીએ હરિભક્તોના ચોપડાઓ પર અક્ષત અને પુષ્પો પધરાવી સૌને અદ્ભુત સ્મૃતિ આપી હતી.
|
|