Annakut 2007
 
    તા. ૧૧-૧૧-૧૯૦૫નો એ દિન હતો.

    શાસ્ત્રીજી મહારાજના હેતવાળા હરિભક્તોની એક બેઠક વરતાલના સ્વામિનારાયણ મંદિરમાં મળી હતી. એ બેઠકમાં ઉપસ્થિત દરેકનું અંતર કહી રહ્યું હતું કે, ''શાસ્ત્રીજી મહારાજે હવે વરતાલથી નીકળી જવું જોઇએ. અનેક કષ્ટો અને ઉપાધિઓ વચ્ચે અહીં રહેવાનું સંભવિત નથી.''
    આવું નક્કી કરીને સૌ હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા, તેઓને ખૂબ વીનવ્યા, પરંતુ શાસ્ત્રીજી મહારાજ તો નિશ્ચલ અને અડગ હતા. કષ્ટોથી કે ઉપાધિઓથી હારી જાય એવું એમનું આંતર-બાહ્ય કલેવર નહોતું. તેઓની સહનશીલતા હિમાલયના શિખર સમી ઉત્તુંગ હતી, પરંતુ જે ક્ષણે તેઓને એમ લાગ્યું કે, શ્રીજીના જ સ્થાનમાં રહીને, શ્રીજીમહારાજની શુદ્ઘ ઉપાસનાના પ્રવર્તનનું કાર્ય થઇ શકવાનું ન હતું, તે ક્ષણે તેઓએ નિર્ણય લઈ લીધો કે વેદપ્રણિત અને શ્રીજીસંમત અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાનો વ્યાપ દિગંતમાં કરવા માટે હવે આ દરવાજો છોડીને વિચરવું જ રહ્યું.
    ....અને તા. ૧૩-૧૧-૧૯૦૫ના દિવસે તેઓ ખભે ઝ ùળી લઈ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાસે ગયા અને સ્તુતિ કરી કે, ''હે મહારાજ! અમારે જુ દું પડવાનો જરાય સંકલ્પ નથી, પણ જો આપની ઇચ્છાથી જુ દા પાડતા હો, તો આપ અમારી સહાયતામાં રહેજો અને અખંડ ભેગા રહેજો.''
    શાસ્ત્રીજી મહારાજના આ શબ્દો સાથે જાણે એક નવો યુગ આળસ મરડીને બેઠો થયો. ઉપરોક્ત પ્રાર્થના સાથે શાસ્ત્રીજી મહારાજે અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે ભરેલું પ્રથમ પગલું, બી.એ.પી.એસ.ના સ્વર્ણિમ ઇતિહાસનું અમરપૃષ્ઠ બની આજે પણ ઝ ળહળી રહ્યું છે.
    બી.એ.પી.એસ.ની વિશ્વવ્યાપી ઉપાસના-યાત્રાના મૂળમાં રહેલાં શાસ્ત્રીજી મહારાજના એ પ્રથમ પગલાંની અમીટ છાપ, સરકતો સમય ૧૦૦ વર્ષેય ભૂંસી શક્યો નથી, અનેક શતાબ્દીઓ સુધી ભૂંસી નહીં શકે!