Annakut 2007
 

જ્યારે બી.એ.પી.એસ. ના પાયા પાતાળે પહોંચ્યા...

આજે બોચાસણને આંગણે ઢોલ, નગારાં ગડગડી રહ્યાં છે; શરણાઇના માંગલિક સૂરો રેલાઇ રહ્યા છે; લીલાં તોરણિયાં ઝ ñલી રહ્યાં છે; વૈદિક મંત્રો ગુંજી રહ્યાં છે. સર્વત્ર આનંદમંગલનું વાતાવરણ પ્રવર્ત્યું છે. કારણ કે અખિલ ભૂમંડલ પર કદી ન બની હોય એવી ઘટના આજે અહીં આકાર લઈ રહી છે. આજે બોચાસણમાં અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના સૌપ્રથમ મંદિરનો શિલાન્યાસવિધિ યોજાયો છે.
હા, આ ઘડી માટે શાસ્ત્રીજી મહારાજે કહેલું કે, ''આવતી કાલનો સવારનો વખત ખાતમુહૂર્ત માટે ઉત્તમ છે. સિદ્ઘરાજ જયસિંહે જે મુહૂર્તમાં રુદ્રમાળની શરૂઆત કરી, તેવું જ આ મુહૂર્ત છે. માટે તે ચુકાવું ન જોઇએ.'' અને મુહૂર્તની એ ધન્ય પળ આજે આવી ગઇ છે જ્યારે શાસ્ત્રીજી મહારાજની ઉપસ્થિતિમાં અક્ષર-પુરુષોત્તમ મંદિરનો પાયો નંખાઇ રહ્યો છે.
યાવચ્ચંદ્રદિવાકરૌ અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાને ભૂતલ પર સુસ્થિર કરતી એ ઘડી આજેય ગ્ખ્ભ્લ્ના સ્વર્ણિમ ઇતિહાસનું અમરપૃષ્ઠ બની ગઈ છે. ધન-સ્ત્રીના ત્યાગી એવા અિકચન સંતના હાથે મહાલય સમા મંદિરનિર્માણની પરંપરાનો પ્રારંભ આ ભૂતલ પર એ ક્ષણથી થયો.