|
જ્યારે એકતાના સનાતન મંત્રનું મૂર્તિમંત અવતરણ થયું...
બી.એ.પી.એસ.નો વિકાસ આજે આભને આંબી રહ્યો છે ત્યારે ઘણાને કુતૂહલ છે કે સંસ્થાના આ વિશ્વવ્યાપી વિકાસનું રહસ્ય શું છે?
આ પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રીજી મહારાજનો એ જીવનપ્રસંગ છે જે બી.એ.પી.એસ. સંસ્થાનું સુવર્ણપૃષ્ઠ બની શોભી રહ્યો છે.
સો વર્ષ પૂર્વે શાસ્ત્રીજી મહારાજે વરતાલથી બહાર નીકળીને બી.એ.પી.એસ. સંસ્થાના મંડાણ કર્યાં ત્યારે તત્કાલીન શંકરાચાર્ય માધવતીર્થે વિચાર્યું કે : ''શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી હવે વરતાલથી છૂટા પડ્યા છે, તો આવા વિદ્વાન સંતનો સાથ લઈને વરતાલ સંસ્થાને શાસ્ત્રાર્થમાં પરાજિત કરવી.'' તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહેણ મોકલાવ્યું, પરંતુ શાસ્ત્રીજી મહારાજની સમજણ કંઈક જુ દી જ હતી. આ સંદેશો તેઓને મળ્યો ત્યારે તેઓએ જગદ્ગુરુને કહેવરાવ્યું : ''કૌરવો સામે યુદ્ઘ કરવાનો વિચાર કરતા રાજાઓએ પાંડવોનો અભિપ્રાય જાણવા, એક રાજાને સંન્યાસીના વેશમાં પાંડવો પાસે વનમાં મોકલ્યો. ત્યારે યુધિષ્ઠિરે કહેવરાવ્યું કે કૌરવો સામેના તમારા યુદ્ઘમાં અમે તથા કૌરવો એક છીએ. તેમ અમે અને વરતાલ એક છીએ.''
શંકરાચાર્યની ધારણા હતી કે, જ્યાંથી પોતાને જાકારો મળ્યો છે એવી વરતાલ સંસ્થાના વિરોધમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી અવશ્ય સાથ આપશે, પરંતુ શાસ્ત્રીજી મહારાજની સાધુતામાં, એકતાનો સનાતન મંત્ર પ્રબળતાથી ગુંજતો હતો. શંકરાચાર્ય તેનાથી તાજ્જુ બ થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજનો આ સંદેશો શંકરાચાર્યના દયે જ નહીં, કાળના કાળજે પણ કોતરાઈ ગયો. માત્ર પાંચ સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો સાથે શરૂ થયેલી બિંદુ જેવી નાની બી.એ.પી.એસ. આજે સિંધુ બનીને વિશ્વપટે રેલાઈ-લહેરાઈ રહી છે તેના પાયામાં સંસ્થાના સ્થાપકની આ સાધુતા અને એકતાનો મંત્ર છે. આ સાધુતા જોઈ શંકરાચાર્ય કહેવા લાગ્યા : ''આખા સંપ્રદાયમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસનો વિદ્ઘત્તામાં અને સાધુતામાં જોટો નથી.''
શંકરાચાર્યને શાસ્ત્રીજી મહારાજની એ સાધુતા બી.એ.પી.એસ.ના સ્વર્ણિમ ઇતિહાસનું એક અમરપૃષ્ઠ બનીને આજેય ઝ ળહળી રહી છે. તે સાધુતામાં બી.એ.પી.એસ.ના વિશ્વવ્યાપી વિકાસનું રહસ્ય સમાયું છે. |
|