Annakut 2007
 

જ્યારે જીવન-પરિવર્તનની મજબૂત ઈંટ મુકાઈ...

બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજે જળઝ íલણી એકાદશીનો સમૈયો કર્યો. ત્યાર બાદ બારસના પારણાની રસોઈ ગામના મુખી હીરાભાઈ તરફથી આપવામાં આવેલી. શાસ્ત્રીજી મહારાજે તે રસોઈ સૌને પીરસી, પણ પોતે ન જમ્યા. આ વાત હીરાભાઈને કાને પહોંચી. તેઓ મંદિરે આવ્યા અને સ્વામીશ્રીને પૂછ્યું, ''આપ કેમ ન જમ્યા?''
શાસ્ત્રીજી મહારાજે કહ્યું: ''તમારું જીવન ચોખ્ખું નથી. તેથી મહારાજની આજ્ઞા પ્રમાણે અમારાથી જમાય નહીં.''
''તમે જમો એના માટે હું શું કરું?''
''તમે જો વર્તમાન ધરાવી સત્સંગી થાઓ, શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે નિયમ પાળો તો અમારાથી જમાય.''
શાસ્ત્રીજી મહારાજના આ શબ્દમાત્રે હીરાભાઈનું જીવન પલટાઈ ગયું. લૂંટફાટ, મારઝ ñડ અને તમામ વ્યસનોથી મુક્ત બન્યા, સાચા સત્સંગી બન્યા.
આ ક્ષણ સાથે, જીવનપરિવર્તન દ્વારા સંસ્થાના વિકાસની એક મજબૂત ઈંટ મુકાઈ ચૂકી હતી. આવાં અનેક જીવનપરિવર્તનોની ઈંટો પર સંસ્થાની ગગનચુંબી ઇમારત રચાવાની હતી. એટલે જ, વિશ્વને જીવનપરિવર્તનનો સંદેશ આપનાર આ ક્ષણ સંસ્થાના ઇતિહાસનું એક અમરપૃષ્ઠ બનીને આજેય ઝ ગમગી રહી છે.