જ્યારે બી.એ.પી.એસ.ની અવિચળતાની વિશ્વને પ્રતીતિ થઈ બોચાસણમાં મંદિર થયા પછી દરવાજાનું કામ શરૂ કરવાનું હતું, પણ તે માટે જમીનની સંકડાશ ઘણી હતી. તેથી શાસ્ત્રીજી મહારાજે કેટલાક આગેવાનોને વાત કરી કે ''આગળના ભાગમાં વધારે જમીન મળે તો જ દરવાજો થઈ શકે.'' સ્વામીની મરજી સમજી બેચર કીસાએ દરવાજાની જમીન માટે દંડા ભરી આપ્યા. આ જમીનની સરહદ નક્કી કરતી લાકડાની ખૂંટીઓ શાસ્ત્રીજી મહારાજે મરાવી દીધી. પણ આ વાત ગામના ધનજી મતાદારને ન ગમી અને ખૂંટીઓ કાઢવા નીચો વળ્યો ત્યારે સ્વામીએ કહ્યું: ''રહેવા દ્યો, મતાદાર! આ શેષનાગને માથે ખીલી છે!'' |
||