Annakut 2007
 

જ્યારે બી.એ.પી.એસ.ની પવિત્રતાનો સૌને પરિચય થયો...

બોચાસણ મંદિરના પાયા ગળાઈ રહ્યા હતા. આ દરમ્યાન જમીનમાં પુરાતની ઈંટોથી બંધાયેલો ગોળ કૂવો અને તેની ઉગમણી દિશાએ ત્રણ ફૂટની ચણેલી ચોરસ ચોકડી નીકળી. તે ખોદતાં તેમાં દટાયેલા લક્ષ્મીના ચરુ સૌની નજરે ચડ્યા. સખત નાણાંભીડના એ જમાનામાં લક્ષ્મી ભરેલા ચરુ જોઈ સૌ રાજી રાજી થઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ પાસે દોડી ગયા, પરંતુ શાસ્ત્રીજી મહારાજને લક્ષ્મી કરતાં નારાયણ પર વધુ મદાર હતો! તેઓને મન આ સંપત્તિ કરતાં પવિત્રતા વધુ મહત્ત્વની હતી! સ્વામી બોલ્યાઃ ''તે લક્ષ્મીને દટાયેલી જ રહેવા દ્યો. આપણે તો મૂર્તિમાન લક્ષ્મીજી અહીં બેસાડીશું, તે અનેક ભક્તોની પવિત્ર લક્ષ્મીને અહીં લાવશે, અનેકનું કલ્યાણ થશે.''
આટલું કહી સ્વામીએ લક્ષ્મીને એ જ સ્થિતિમાં રાખીને પાયાનું ચણતર પૂરું કરાવ્યું. ''પડી વસ્તુ કોઈની હાથે નવ ઝ ëલે રાજ'' એ શ્રીજી-આજ્ઞા તથા 'થષ »ëઢઃ ૠદ્ભલ્દસલ્રફૅ ઢીંથૅ?' એ ઉપનિષદ-મંત્ર પર જાણે બી.એ.પી.એસ.નો પાયો રચાયો.
શાસ્ત્રીજી મહારાજની અનાસક્તિ અને બી.એ.પી.એસ.ની પવિત્રતાનો પરિચય આપતી એ સોનેરી ક્ષણ અમરપૃષ્ઠ બની ઝ ગમગી રહી છે.