Annakut 2007
 

જ્યારે સારંગપુરમાં મંદિર રચનાનો દિવ્ય સંકલ્પ થયો.....

શાસ્ત્રીજી મહારાજ સારંગપુર પધાર્યા હતા. અહીં એક દિવસ નારણકુંડે નાહવા જતી વખતે, હાલ જ્યાં સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં તેઓ ઊભા રહ્યા. સાથે એક સંત અને હરિભક્ત મોતીભાઇ હતા. અહીં સ્વામીએ મોતીભાઈને કહ્યું: ''મોતીભાઇ! આ જગ્યાએ શ્રીજીમહારાજે રોઝ ù ઘોડો કુંડાળે નાંખી કહ્યું હતું કે અમે આજ મોટા મંદિરનું ખાત કરીએ છીએ. આપણે તે પ્રમાણે સારંગપુરમાં મંદિર કરવું છે. તો તેનું એક કીર્તન બનાવો.''
મોતીભાઈ તો આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા! હજીય સંસ્થા સખત આર્થિક અછતમાંથી ગુજરી રહી છે છતાં સ્વામી આવો સંકલ્પ કરે છે?! તેઓ આવા વિચારમાં ગૂંચવાયેલા હતા ત્યાં જ સ્વામીશ્રીએ તેઓ તરફ દૃષ્ટિ કરી અને મોતીભાઈને તે જ ક્ષણે અત્યારે સારંગપુરમાં જેવું મંદિર અને મૂર્તિઓ છે તે જ પ્રમાણેના સુવર્ણકળશયુક્ત મંદિરનાં દર્શન થયાં અને તેઓના મુખમાંથી પંક્તિઓ સરી પડીઃ
''શ્રીસારંગપુરની શોભા સજી અતિ સારી;
જોઇ અલૌકિક અદ્‌ભુત ધામ અધિકારી...''

સારંગપુરમાં મંદિર રચવાનો શાસ્ત્રીજી મહારાજનો આ દિવ્ય સંકલ્પ સંપ્રદાયના ઇતિહાસનું અમરપૃષ્ઠ બની આજેય ઝ ળહળી રહ્યો છે.