જ્યારે જ્ઞાન અને યજ્ઞની જુ ગલ જોડી રચાઈ... વિ.સં. ૧૯૬૬નો ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો. તે વખતે શાસ્ત્રીજી મહારાજ રાજકોટ પધાર્યા હતા. શાસ્ત્રીજી મહારાજ રાજકોટ આવ્યા છે તે સમાચાર કૃષ્ણજી અદાએ ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઊતરેલા જૂનાગઢી સાધુઓને મોકલાવ્યા. અક્ષરપુરુષોત્તમની વાતો કરનારા અને સાંભળનારા આ સંતોને અક્ષરપુરુષોત્તમ ઉપાસના મૂર્તિમાન કરનાર શાસ્ત્રીજી મહારાજનાં દર્શનની તાલાવેલી જાગી. બીજે દિવસે શાસ્ત્રીજી મહારાજ એ મંદિરમાં દર્શનાર્થે પધાર્યા ત્યારે હરગોવિંદભાઇએ જૂનાગઢી સંતોને ઓળખાણ કરાવી કે ''આ શાસ્ત્રીજી મહારાજ પોતે.'' |
||