Annakut 2007
 

જ્યારે સામર્થ્ય અને સેવા-ભાવનાનો સેતુ રચાયો...

સં.૧૯૮૯ની સાલ હતી. શાસ્ત્રીજી મહારાજ શ્રીજીપુરા ગામે પધાર્યા હતા ત્યારે અહીં જુ વારના ક્યારામાં પાણી વાળવાનું કામ ચાલતું હતું, પરંતુ પાણીનો પ્રચંડ પ્રવાહ ધોરિયાના પાળાને તોડી-ફાડી નાંખતો હતો. સોમા ભગત તેથી મૂંઝ ëયેલા ઊભા હતા ત્યાં જ શાસ્ત્રીજી મહારાજ પધાર્યા અને કહ્યું: ''હું ધોરિયાના બંધ આગળ સૂઈ જાઉં છુ _ અને તમે પાવડા વતી મારા પર ધૂળ નાંખો, એટલે પાળો તૂટશે નહીં.''
સોમા ભગત આ સાંભળી અવઢવમાં પડી ગયા કે 'સ્વામી ઉપર ધૂળ કેવી રીતે નાંખવી?' ત્યાં જ શાસ્ત્રીજી મહારાજ બોલ્યાઃ ''શું વિચાર કરો છો? આપણા સર્વોપરી ઇષ્ટદેવની સેવા માટે શું ન થાય? માટે માંડો મારી ઉપર ધૂળ નાંખવા.''
આમ, જ્યાં જ્યાં ક્યારા તૂટતા હતા ત્યાં ત્યાં શાસ્ત્રીજી મહારાજ સૂવા લાગ્યા અને સોમા ભગત સ્વામીના શરીર પર પાવડે પાવડે ધૂળ નાંખતાં ક્યારાના બંધ બાંધવા લાગ્યા.
એ બંધાતા પ્રત્યેક બંધ દ્વારા સેવાભાવનાની અમીટ છાપ પૃથ્વી પટે અંકિત થતી ગઈ. સામર્થ્ય અને સેવકભાવ સામાન્ય રીતે પરસ્પર વિરોધી ગુણો કહેવાય. પણ અતિ સમર્થ કઈ હદ સુધી સેવક પણ બની શકે છે તેનું નવતર દર્શન કરાવતી આ પળ, બી.એ.પી.એસ.ના ઇતિહાસની સુવર્ણક્ષણોમાંની એક છે. એ ક્ષણે સામર્થ્ય અને સેવકભાવનો સેતુ રચાયો હતો.