|
હિંદુ ધર્મનું અસ્તિત્ત્વ ક્યારેય મટી શકશે નહીં : મહેસાણામાં સ્વામીશ્રી
તા. ૦૧-૩-૨૦૦૫ના રોજ મહેસાણા ખાતે સંધ્યા સત્સંગસભાને સંબોધતાં આર્ષદ્રષ્ટા સ્વામીશ્રીએ આર્ષવાણી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે ધર્મનો કે ભગવાનના કાર્યનો કોઈ દિવસ નાશ થવાનો નથી. હિંદુ ધર્મ પર ગમે તેટલી આપત્તિઓ આવશે તો પણ હિંદુ ધર્મનું અસ્તિત્વ ક્યારેય મટી શકશે નહીં, કારણકે આ ધર્મ સનાતન છે.
સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણમાં યોજાયેલ સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના પારાયણના નિરૂપણની સમાપ્તિ પછી કલોલ ક્ષેત્રના કિશોરો અને યુવકોએ 'હરિવર હીરલો રે...' એ કીર્તનના આધારે નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ વિડિયો કેસેટ 'સત્સંગદર્શન ભાગ-૪૭'નું બ્રહ્મર્ષિ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમલો દ્વારા ઉદ્ઘાટન કરાવ્યું. ૧૫,૦૦૦ કાર્યકરો માટે મધ્યસ્થ કાર્યાલય તરફથી પ્રકાશિત થયેલી આંતરક્ષેત્રિય અધિવેશન માટેની નિયમાવલી અને સ્પર્ધાઓની પૂર્વ તૈયારી માટેના 'જ્ઞાન સંપુટ' પુસ્તિકાનું ઉદ્ઘાટન સિદ્ધપુર ક્ષેત્રના નિર્દેશક જગદીશભાઈ તથા મહેસાણા ક્ષેત્રના નિર્દેશક કાન્તિભાઈએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. સ્વામીશ્રીની અમૃતવાણીની કોમ્પેક્ટ ડિસ્કનું ઉદ્ઘાટન વિવેકસાગર સ્વામીએ કર્યું. ત્યારબાદ કલોલ સત્સંગમંડળે 'હિરામુખી' સંવાદ રજૂ કર્યો હતો. સ્વામીશ્રીએ અનેક વખત 'હિરામુખી'નો સંવાદ માણ્યો છે, છતાં દરેક વખતે પોતાના ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ સાથેના કોઈપણ સંવાદ કે લીલાઓમાં સ્વામીશ્રી એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે જાણે એ લીલાને પ્રત્યક્ષ નિહાળી રહ્યા હોય. શાસ્ત્રીજી મહારાજના પાયાના હરિભક્ત હિરામુખીની અસ્મિતા, નિષ્ઠા, પક્ષના શૂરવીરતાભર્યા સંવાદોને ભાવાર્દ્ર નયન સાથે સ્વામીશ્રીએ સંવાદ નિહાળ્યો. આ ભાવદશામાં જ આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ''કોઈપણ સારું કાર્ય કરતા હોય એમાં વિઘ્ïન આવે છે. સમાજનું, દેશનું સારું કાર્ય હોય પણ વિઘ્ïનસંતોષીને વિઘ્ïન કરે ત્યારે શાંતિ થાય, પણ વિધ્ïન કરનારાનું અત્યાર સુધી કોઈનું કાંઈ ઊપજ્યું નથી. શાસ્ïત્રીજી મહારાજ સમર્થ હતા. એમને કોઈ સ્વાર્થ ન'તો કે વડતાલનું ખોટું દેખાડવું, પોતાને મનાવું ન'તું, ભક્ત સહિત ભગવાનની વાત માટે જ વડતાલથી નીકળ્યા. પોતાને મનાવું-પુજાવું જ હોત તો વડતાલથી બહાર નીકળ્યા પછી પોતે સ્વતંત્ર હતા. મંદિર કરી મધ્ય મંદિરમાં પોતાની મૂર્તિ પધરાવત, પણ સ્વામીને એવો કોઈ સંકલ્પ ન'તો, પણ હંમેશાં સ્વામિનારાયણના દાસસેવક રહી એમની સાધુતા, ધન-સ્ïત્રીનો ત્યાગ એ સાચી વાત હતી તો એ વાત દરિયાપાર ગઈ ને હજારો-લાખોને એ સમજાયું છે. ભગવાન ભગવાનનું કામ કરે છે એટલે ધર્મ કોઈ દિવસ નષ્ટ થવાનો નથી. ભગવાનના કાર્યનો કોઈ દિવસ નાશ થવાનો નથી. લોકોને અત્યારે બિનસાંપ્રદાયિક કરીને બધું કાઢવાની વાત છે, પણ એ થઈ શકશે નહિ. આપણા પર તો અનેક પ્રહારો આવ્યા, પણ એમનું ધાર્યું એમના મનમાં રહી ગયું. આપણો સનાતન હિંદુ ધર્મ એક જ છે. પછી સંપ્રદાયો જુ દા જુ દા થયા, પણ બધા જ હિન્દુ ધર્મ કહેવાય. આપણી વાત સાચી છે. ભગવાનનો કોઈ દિવસ નાશ નથી, એમણે આપેલાં શાસ્ïત્રોનો નાશ નથી. સત્યનો હંમેશાં જય છે. મીરાંને ઝ õર આપ્યું, પણ કશું ન થયું, કારણ કે સાચા ભક્તોની ભગવાન રક્ષા કરે છે. ભગવાનનું અસ્તિત્વ છે તો આપણું છે. અત્યારે પશ્ચિમના વાયરાને લઈને થાય - આ મંદિરોની શી જરૂર છે ? સંતોની શી જરૂર છે ? પણ સમાજમાં, કૉલેજ, દવાખાનાં જોઈએ એમ મંદિરો-સંતોની જરૂર છે. સમાજમાં સંત શુદ્ધીકરણ કરાવે છે. સંતોની જરૂર હિન્દુસ્તાનમાં આદિ-અનાદિથી છે તો એમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કોઈપણ સારું કામ થતું હોય તો એમાં વચ્ચે પડવાની જરૂર નથી. મંદિર થતું હોય ને એમાં પૈસા આપી ન શકતા હોઈએ અગર શ્રદ્ધા ન હોય, પણ આ કામ સારું છે એટલું જ કહો તો પણ કલ્યાણ થશે. સારા કામમાં હાથ આડો કરવાની જરૂર નથી. માટે ભગવાનનું અસ્તિત્વ માની એમનું ભજન કરવું, એમના આદેશો પ્રમાણે જીવન કરવું તો આત્માનું કલ્યાણ થાય.''
તા. ૦૨-૩-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી નિત્યક્રમ મુજબ ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે અહીં એકત્રિત થયેલા ૧૦ અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓ ઉપર સ્વામીશ્રીએ પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વાદ આપ્યા. ચાલતાં ચાલતાં દરેકને ઉદ્ïબોધન કરતાં સ્વામીશ્રીએ કહ્યું, 'મહારાજને સંભારીને પરીક્ષામાં બેસજો, ભગવાન સફળતા અપાવશે. મહેનત બરાબર કરજો અને ગભરાશો નહિ, મહારાજ બધું જ સારું કરશે.' લાછડી ગામથી ૨૬ કિલોમિટરની પદયાત્રા કરીને આવેલા ૧૫ બાળકોની શ્રદ્ધા જોઈને સ્વામીશ્રીએ પ્રસન્નતાપૂર્વક તેમને આશીર્વાદ આપ્યા હતા. મુલાકાતો દરમ્યાન 'સાગર ડેરી'ના ચૅરમૅન વિઠ્ઠલભાઈ પટેલે પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. સાંજે ભ્રમણ દરમ્યાન વિસનગરના બાળકોએ સ્વામીશ્રી સમક્ષ પ્રવચન-કીર્તન વગેરે વિવિધ રજૂઆતો કરી હતી. સંધ્યા સત્સંગસભામાં પારાયણ પછી 'સુખી માણસનું પહેરણ' એ સંવાદ રજૂ થયો. અંતે આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક મૂલ્યોની અનિવાર્યતા દર્શાવી હતી. સભાના અંતે પૂર્વ નાણામંત્રી નીતિનભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ પુષ્પહારથી સ્વામીશ્રીને સત્કારીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
લગભગ એક સપ્તાહ સુધી મહેસાણા ખાતે સત્સંગની દિવ્ય અમૃતવર્ષા કરીને સ્વામીશ્રીએ સૌને કૃતાર્થ કરી દીધા. અહીંથી સૌની ભાવભીની વિદાય લઈ સ્વામીશ્રી કલોલ પધાર્યા હતા.
|
|