Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બરવાળામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના બરવાળાના નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓનો પૂર્વપ્રતિષ્ઠાવિધિ સ્વામીશ્રીના પુનિત હસ્તે તા. ૬-૪-૨૦૦૫ના રોજ સારંગપુર ખાતે ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો.
ઘેલાશાના વખતથી બરવાળા સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો નાતો છે. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરુષોથી અસંખ્ય વખત પાવન થયેલા આ બરવાળા ગામમાં હરિપ્રકાશ સ્વામી તથા સંતોનાં વિચરણથી સત્સંગની પુષ્ટિ થઈ. અત્યારે યોગમુનિ સ્વામી અને હરિજીવન સ્વામી આ ગામની સત્સંગપ્રવૃત્તિ સંભાળી રહ્યા છે. શરૂઆતમાં ગંભીરસિંહ દાનુભા નકુમ એક સત્સંગી હતા અને મગનભાઈ વિઠ્ઠલભાઈ રાણપુરાને ત્યાં સત્સંગસભા થતી હતી. ધીમે ધીમે સત્સંગ વધતાં કાંતિભાઈ, ભૂપેન્દ્રભાઈ, દેવુભાઈ, નારણભાઈ, ગંભીરસિંહ નકુમ, નરેશભાઈ, હરજીભાઈ, જયેન્દ્રભાઈ, કનુભાઈ વગેરે જોડાયા. ૧૫,૦૦૦ની વસતી ધરાવતું આ નગર તાલુકાનું મુખ્ય નગર છે. ધીમે ધીમે સત્સંગનો વ્યાપ વધતાં અહીં મંદિરની જરૂરત ઊભી થઈ. મુંબઈ રહેતા આ ગામના વતની પોપટલાલ ચત્રભુજ બાબરિયાના પરિવારે અમદાવાદ-ભાવનગર હાઈવે ઉપરના ત્રણ રસ્તા ઉપર આવેલી પોતાની વિશાળ જમીન સંસ્થાને મંદિર કરવા માટે ભેટ આપી. બાબરિયા પરિવાર, મૂળ મોજીદડના ઘનશ્યામભાઈ ભાઈચંદભાઈ શાહ પરિવાર (હાલ મુંબઈ), સુરેશભાઈ જયંતીભાઈ (પટારીવાળા), દિલીપભાઈ નકુમ (સુરેન્દ્રનગર) તથા ચંપકભાઈ (સાંગલી) વગેરેના આર્થિક સહયોગ તેમજ અક્ષરનિવાસી પન્નાલાલભાઈ પરિવાર(મુંબઈ), હરજીભાઈ પરમાર, પ્રવીણભાઈ, જસુભા, નરેન્દ્રભાઈ, જયેન્દ્રભાઈ, જયંતીભાઈ, કનુભાઈ, ભીખાભાઈ મિસ્ત્રી વગેરેના સહયોગને કારણે અહીં ઝડપભેર મંદિરનું નિર્માણ થયું. સ્થાનિક સત્સંગમંડળે બચતકુંભ તથા વ્યક્તિગત સંપર્ક વગેરે કાર્યક્રમો દ્વારા પણ આર્થિક સહયોગ ઉમેર્યો. ત્રણ વર્ષમાં મં_દિર સંપન્ન થઈ ગયું. આજે એ મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ સ્વામીશ્રીના હસ્તે રાખવામાં આવી હતી.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા બાદ મનુભાઈ બાબરિયા તથા બરવાળાના સરપંચ બાઘાભાઈ, અને ગામના આગેવાનોએ સ્વામીશ્રીને વિવિધ હારથી વધાવ્યા. ત્યારબાદ સ્વામીશ્રીએ બરવાળા મંદિરમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન-આરતી કરીને પ્રાણનું આરોપણ કર્યું હતું.
તા. ૭-૪-૨૦૦૫ના રોજ પાળિયાદ ગાદીના મહંત ઉમાબા પૂજા દરમ્યાન સ્વામીશ્રીનાં દર્શને પધાર્યાં હતાં. સંસ્થા વતી મહિલામંડળનાં બહેનોએ તેઓનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
તા. ૧૦-૪-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી સારંગપુરથી ગઢડા જવા માટે પધાર્યા. ગઢડામાં તા. ૧૦-૪-૨૦૦૫ થી ૧૪-૪-૨૦૦૫ સુધી દિવ્ય સંનિધિ પર્વમાં આવેલા કાર્યકરોને સ્વામીશ્રીએ સત્સંગનો દિવ્ય લાભ આપ્યો.
તા. ૧૫-૪-૨૦૦૫ના રોજ ભાવનગર જિલ્લાના લંગાળા અને ઉમરાળા ગામના હરિમંદિરનો મૂર્તિપ્રતિષ્ઠાનો વિધિ રાખવામાં આવ્યો હતો. સવારે શ્વેતવૈકુંઠ સ્વામીએ સભામંડપમાં પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ કરાવ્યો હતો. બંને મંદિરની મૂર્તિઓનાં પૂજન-અર્ચન બાદ સ્વામીશ્રીએ આરતી ઉતારી હતી.
આજે દેદાદરા, સાંગાવદર, તાજપુર, તથા ઉમરાળાથી પદયાત્રા કરીને વિવિધ સંકલ્પો સાથે હરિભક્તો અહીં આવ્યા હતા. સ્વામીશ્રીએ આ સર્વે હરિભક્તોને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામમાં સને ૧૯૮૮ની સાલમાં શ્રુતિજીવન સ્વામીએ સત્સંગનો પ્રારંભ કરાવ્યો હતો. ધીમે ધીમે સત્સંગનો વિકાસ થતાં મંદિરની જરૂરિયાત ઊભી થઈ. ગામના ઉત્તર દિશાના વિસ્તારમાં પ્લોટ મેળવવામાં આવ્યો. હાલમાં પરમસ્વરૂપ સ્વામી તથા જ્ઞાનસ્વરૂપ સ્વામીએ સત્સંગને પુષ્ટ કરીને મંદિર નિર્માણની કાર્યવાહી આગળ વધારી. મનજીભાઈ ઇટાળિયા, મનોજભાઈ ગોધાણી, બુધાભાઈ, રણજિતસિંહ, અશોકભાઈ, માવજીભાઈ, રમેશભાઈ, મનજીભાઈ તથા પંકજભાઈ વગેરેના આર્થિક અનુદાન તેમજ દશરથસિંહ, પરેશભાઈ, કુણાલભાઈ, માનુભા, સંજયભાઈ, વિજયસિંહ, બાપાલાલ, મનસુખભાઈ, મનહરસિંહ, ભુરાભાઈ વગેરેના તન અને મનના સમર્પણને કારણે સભાખંડ સાથે સુંદર મંદિર નિર્માણ પામ્યું. લગભગ સમગ્ર સત્સંગમંડળનો શારીરિક શ્રમ હોવાને કારણે અડધી મજૂરીએ અહીં કામ થયું. ધંધુકાના મહેન્દ્રભાઈએ મૂર્તિઓની સેવા કરી હતી. સાડા ત્રણ વષના ટૂંકા ગાળામાં મંદિરનું કાર્ય સંપન્ન થયું.
ઉમરાળા
આશરે ૧૨,૦૦૦ની વસ્તી ધરાવતા ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં ઈ. સ. ૧૯૯૮ની સાલમાં સત્સંગનો પ્રારંભ થયો હતો. અમેરિકા રહેતા અમરસિંહભાઈ મિયાંણી (એગ્રોવાળા) થકી આ નગરમાં સત્સંગની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં તેમના ઘરમાં જ સત્સંગસભા થતી હતી. ધીમે ધીમે સત્સંગનો વિકાસ થતા મંદિરની જરૂરિયાત ઉદ્‌ભવી. ઉમરાળા-ચોગઠ રોડની નજીકમાં જ ગ્રામપંચાયત કચેરી તરફથી મંદિર નિર્માણ માટે જમીન દાનમાં મળી. ધનજીભાઈ નાગજીભાઈ વાઘાણી, ભૂપતભાઈ નાગજીભાઈ વાઘાણીની આ જમીનનું અનુદાન મંદિર કરવામાં નિમિત્ત બન્યું. ચંદુભાઈ રામજીભાઈ ઢોલા, વિજયભાઈ ચંદુભાઈ ઢોલા, અશોકભાઈ ચંદુભાઈ ઢોલા, અક્ષિતકુમાર ધીરુભાઈ, રણછોડભાઈ સવાણી, બાબુભાઈ શામજીભાઈ લખાણી, રમેશભાઈ બાબુભાઈ સવાણી, ધીરજભાઈ રસિકભાઈ સવાણી, મહેન્દ્રભાઈ (ભાવનગર) વગેરેના આર્થિક સહયોગથી તથા રમેશભાઈ ગણેશભાઈ સવાણી, ગણેશભાઈ રસિકભાઈ સવાણી, મનજીભાઈ તળશીભાઈ સવાણી, ધીરુભાઈ દયાળભાઈ સવાણી, કાંતિભાઈ ભગવાનભાઈ સવાણી વગેરે હરિભક્તોના સહયોગથી મંદિરનું નિર્માણ કાર્ય ઝડપભેર પૂર્ણ થયું. મંદિરમાં હરજીભાઈ (અમેરિકા), જીતુભાઈ પટેલ (સુરત) તથા ભાવેશભાઈ (ટાટમ, ભાવનગર) તરફથી મૂર્તિઓનું અનુદાન પ્રાપ્ત થયું. આ ઉપરાંત સ્થાનિક મંડળે બચતકુંભનું આયોજન કરીને પણ આર્થિક અનુદાનમાં સહયોગ આપ્યો. ત્રણ વર્ષમાં જ ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું.
આજે સ્વામીશ્રીએ વેદોક્તવિધિપૂર્વક મૂર્તિઓનું પૂજન કરીને સૌના ભક્તિભાવને સાર્થક કર્યો હતો. સૌ પર આશીર્વાદ વરસાવી સ્વામીશ્રીએ સૌને કૃતાર્થ કર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |