'યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજ- સૌને સમર્પિત જીવન' પુસ્તકનું વિમોચને તા. ૯-૯-૨૦૦૫ થી તા. ૨૩-૯-૨૦૦૫ દરમ્યાન સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સૌ ભક્તો-ભાવિકોએ ભક્તિહેલીની દિવ્ય અનુભૂતિ કરી હતી. સ્વામીશ્રીનાં પૂજાદર્શન, કથા-પારાયણ ને દર્શન-મુલાકાતમાં ગુજરાતનાં નાનાં-મોટાં કેન્દ્રોમાંથી ભક્તો-ભાવિકો ઊમટતા હતા.તા. ૧૩-૯-૨૦૦૫ના રોજ સારંગપુરમાં 'યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજ-સૌને સમર્પિત જીવન' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના અધિકારી અને કૃષિખાતાના અગ્ર સચિવ કિરીટભાઈ શેલતે પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થી ને પરોપકારી જીવન આધારિત આ પુસ્તક તૈયાર કર્યું છે. પુસ્તકના પ્રકાશક શ્રેયસભાઈ પંડ્યાએ સ્વામીશ્રીની પૂજા દરમ્યાન પોતાની લાગણી અભિવ્યક્ત કરતાં જણાવ્યું હતું: 'પ્રમુખસ્વામી મહારાજે ધર્મની વ્યાખ્યા જ બદલી નાખી છે. હિંદુત્વ, ધાર્મિકતા અને સંપ્રદાય દ્વારા જે કંઈ કહેવાયું છે એ માનવજીવન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કેટલું ઉમદા છે! માનવઉત્કર્ષ માટે કંઈક ને કંઈક કરવું એ આ સંપ્રદાયનો વણલખાયેલો નિયમ છે.' શ્રેયસભાઈના વક્તવ્ય બાદ પુસ્તકના લેખક અને કૃષિ અગ્રસવિચ કિરીટભાઈ શેલતે આ પુસ્તકની વિશેષતાઓની વાત કરી હતી. ત્યારબાદ વિવેકસાગર સ્વામીના હસ્તે તેઓએ પુસ્તકનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. |
||