![]() |
![]() |
![]() |
સારંગપુરમાં જળઝીલણી એકાદશીની ઉજવણી તા. ૧૪-૯-૨૦૦૫ના રોજ સારંગપુર ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં જળઝીલણી ઉત્સવની ઉજવણી કરતા હજારો હરિભક્તો દિવ્ય આનંદમાં ગરકાવ થયા હતા.ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ પ્રાતઃકાળથી જ વર્તાઈ રહ્યો હતો. સંતોએ જળઝીલણી ઉત્સવની સ્મૃતિ સાથે પૂજામાં કીર્તનો ગાયાં હતાં. પૂજા પછી જળઝીલણી ઉત્સવના ભાગરૂપે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી. સમગ્ર સારંગપુર ગામમાં આ શોભાયાત્રા દ્વારા સંતો, પાર્ષદો, સાધકો ને હરિભક્તોએ ભજન-કીર્તનની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રા ઉતાવળી નદીના કિનારે યજ્ઞપુરુષ સરોવરના છેડે વિરમી હતી. અહીં ઉત્સવસ્થળે સ્વામીશ્રી પધાર્યા. ત્યારબાદ વિવેકસાગર સ્વામીએ વક્તવ્ય દ્વારા જળઝીલણી ઉત્સવનો મર્મ સમજાવ્યો હતો. સ્વામીશ્રી તરાપા પર પધાર્યા ત્યારે સંતોએ 'દરિયામાં ચાલી હોડી' કીર્તનનું ગાન કર્યું હતું. સરોવરમાં તૈયાર કરેલા મંચ પર સ્વામીશ્રી પધાર્યા. ઠાકોરજીની મહાપૂજાનો ઉત્તરવિધિ શ્વેતવૈકુંઠ સ્વામીએ કરાવ્યો હતો. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ તથા ગણપતિજીનું પૂજન કર્યું હતું. બાદ આરતી ઉતારવામાં આવી. ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાના પ્રાસંગિક ઉદ્બોધન બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું: 'આ ઉત્સવ ભગવાનને નાવમાં ઝુલાવવાનો છે. ભગવાન નાવમાં વિહાર કરે, એમની દૃષ્ટિ સર્વ પર પડે, સર્વ જીવો સુખી થાય ને સર્વેનું કલ્યાણ થાય એ માટે આ ઉત્સવ ઊજવીએ છીએ. અહીં નદીમાં ભગવાન સ્વામિનારાયણ પૂર્ણપુરુષોત્તમ અક્ષરધામના અધિપતિએ પોતાના સંતો-ભક્તો સાથે સ્નાન કરી પવિત્ર કરેલ છે. ઉતાવળી, ધોળા ને ફલ્ગુ એ ત્રણેય નદીનો સંગમ અહીંયાં થાય છે. ત્રિવેણી સંગમ કરતાં અહીંનો મહિમા અધિક છે. કારણ, ભગવાને અહીંયાં સ્નાન કરેલ છે. ભગવાનના સંબંધે દરેકનો મહિમા સમજાય છે. શ્રીજીમહારાજે અહીં ફૂલદોલનો ઉત્સવ કરેલો. ભગવાનની મૂર્તિ બેઠી એ તીર્થ. ભગવાનનો સ્પર્શ, દર્શન, દૃષ્ટિ આપણા ઉપર પડે છે એને લઈને આપણી મહત્તા છે. આપણી મહત્તા કાર્યોથી, બુદ્ધિથી નથી, પણ ભગવાનની દૃષ્ટિ થઈ, સંબંધ થયો એ મહત્તા છે. દુનિયામાં આ લોકમાં પ્રતિષ્ઠા વધે, આગળ આવીએ એ દેહનો વ્યવહાર છે, પણ આત્માનો સંબંધ ભગવાન સાથે થાય છે એ મોટી વાત છે. એ દિવ્યસંબંધ કહેવાય. ભગવાનના સંબંધમાં વસ્તુ આવી એનો મોક્ષ થાય છે. ભગવાનના સંબંધે જીવપ્રાણીમાત્રનું કલ્યાણ થાય છે. આવા ઉત્સવમાં આવ્યા છીએ તો અંતકાળે પણ આવા ઉત્સવોની સ્મૃતિ થાય તો જીવ સુખિયો થઈ જાય છે. આવા ઉત્સવોથી હજારો જીવોને સમાસ થાય છે, કેટલાંયનાં પરિવર્તન પણ થઈ જાય છે, વ્યસન છૂટી જાય છે, આસુરીમાંથી ભક્ત બની જાય છે. એવો ભગવાનનો મહિમા છે. આવો મહિમા જીવમાં થાય ને ઉત્સવની સ્મૃતિ કરતાં કરતાં ઘરે જઈ સંભારીશું તો એમાંથી ઘણી શાંતિ થશે ને મહારાજ અંતકાળે ધામમાં બેસાડે એ જ પ્રાર્થના.' આશીર્વાદ બાદ ઠાકોરજીને જળવિહાર કરાવવાની ક્ષણ આવી. સૌની આંખોમાં ભક્તિપૂર્ણ ઉત્સુકતા ઝળકતી હતી. મંચ ઉપર મૂકવામાં આવેલી પાટ ઉપર હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં આવ્યા હતા. સ્વામીશ્રીએ સુવર્ણરસિત કટોરાથી ઉતાવળી ગંગાના નીર વડે હરિકૃષ્ણ મહારાજને તથા ગણપતિજીને સ્નાન કરાવ્યું હતું. આ પ્રસાદી જળનો સૌના મસ્તકે છંટકાવ પ્રતિનિધિ ભાઈઓએ કર્યો હતો. ત્યારબાદ મોટરબોટમાં હરિકૃષ્ણ મહારાજને વિરાજમાન કરાવી સ્વામીશ્રી સાથે તેમને જળવિહાર કરાવ્યો હતો. જળવિહાર દરમ્યાન સંતોએ આરતી ઉતારી. પંચમ આરતી બાદ સ્વામીશ્રીએ અક્ષરધામનો ઉત્સવ નિર્વિઘ્ને ઉજવાઈ જાય, 'યજ્ઞપુરુષ સરોવર' દર વરસે પાણીથી છલકાય, સૌ હરિભક્તોના સંકલ્પો પૂરા થાય એ નિમિત્તે ધૂન કરાવી. ત્યારબાદ સ્વામીશ્રી ડેમના પાટિયા સુધી- ખાંભડા ડેમે પધાર્યા. અહીં સારંગપુરનું બૅન્ડ ધૂન જગાવી રહ્યું હતું. ગામના પ્રભુભાઈ, કાળુભાઈ, ભૂપતભાઈ વગેરે અગ્રણીઓ ઉપરાંત આખું ગામ સ્વામીશ્રીનાં દર્શને ઊભું હતું. સૌએ હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ગામના અગ્રણીઓને પ્રસાદ આપી સ્વામીશ્રીએ સૌને ટૂંકમાં આશીર્વાદ આપ્યા. ત્યારબાદ સ્વામીશ્રી પુનઃ સારંગપુર પધાર્યા. હોડીમાં જળક્રીડાનાં કીર્તનો ગાઈને સંતોએ આજના પ્રાસંગિક ઉત્સવને વિશેષ રંગ અર્પ્યો. તા. ૧૮-૯-૨૦૦૫ના રોજ સવારે સારંગપુરમાં કથાની સમાપ્તિ બાદ બે પ્રકાશનોનાં ઉદ્ઘાટન થયાં. મનસુખભાઈ સુહાગિયાએ લખેલી અને સંસ્થાની મદદથી પ્રકાશિત થયેલી પુસ્તિકા 'ગીર ગાય આપણે આંગણે'નું વિમોચન સ્વામીશ્રીના શુભ હસ્તે થયું. એ જ રીતે ભરતભાઈએ બંગાળી પ્રકાશનનું ઉદ્ઘાટન સ્વામીશ્રી હસ્તે કરાવ્યું હતું. સાંજે સારંગપુરમાં ગઢડા રામજી મંદિરના મહંત શ્રી જગદીશબાપુ દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી પ્રત્યે અપાર આદર ધરાવતા તેઓ સ્વામીશ્રીના કાર્યનો ઉલ્લેખ કરતાં કહેઃ ‘स्वामीजी! आप विश्व मे´ जहाँ भी मंदिर •रते है´, वहाँ सनातन घर्म •ô साथ मे´ ले•र चलते है´। राघा•ëष्ण, सीताराम, हनुमानजी, गणपतिजी सब •è मूर्तियो´ •è स्थापना •रते है´। मेरी दृष्टि से आप•æ यह •æर्य सांप्रदायि•ता से भी ऊँचा है और विशुद्ध भारतीय है। आपने अपने साघुओ´ मे´ इतना प्रेम जाग्रत •र दिया है •• मािँ-बाप और सब•éछ छोड•र आजीवन सेवा मे´ रह जाते है´। आसक्ति छुडाना बहुत महान •æर्य है। वैसे आप•è रूबरू मे´ प्रशंसा •रना उचित नही´, ले••नि आपने भारतीय संस्•ëति •æ जो •æर्य ••याि है, वो •ôर्इ नही´ भूल स•ðगा।’ |
||
![]() |