ભૃગુકચ્છ ભરૂચમાં પ્રમુખસ્વામી મહારાજનો સત્સંગલાભ
વડેëદરા-મુંબઈ હાઈવે પર આવેલા ઝાડેશ્વર(ભરૂચ)માં પ્રમુખસ્વામી મહારાજે સર્જેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર આજે સૌ કોઈ માટે તીર્થધામ બની ગયું છે. તેમાં પણ સ્વામીશ્રીએ પ્રતિષ્ઠિત કરેલી નીલકંઠવણીની મૂર્તિના અભિષેક કરીને સંકલ્પપૂર્તિ માટે ખૂબ સંખ્યામાં ભાવિકો આવતા રહે છે. નર્મદાકાંઠાના આ અભિનવ તીર્થમાં તા. ૭-૬-૦૬ થી ૧૨-૬-૦૬ સુધી અહીં સત્સંગ લાભ આપીને સ્વામીશ્રીએ સૌને કૃતાર્થ કર્યા હતા.
મંદિર પરિસરના વિશાળ સભાગૃહમાં સંધ્યા સભાઓમાં વિવેકસાગર સ્વામીના મનનીય વ્યાખ્યાનોની સાથે સ્વામીશ્રીએ નિત્ય આશીર્વચનો દ્વારા સૌને દિવ્ય પ્રેરણાઓ આપી હતી. ભરૂચ તેમજ આજુબાજુ નાં ગામોના હજારો હરિભક્તો નિત્ય દિવ્યલાભ પ્રાપ્ત કરવા માટે અહીં ઊમટતા હતા. ભરૂચ તેમજ આ પ્રદેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
તા. ૧૧-૬-૦૬ના રોજ સ્વામીશ્રીનાં દર્શન માટે આવેલા એન.સી.પી.એલ. કંપનીના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર કે.એ. શાહ તથા જી.એન.એફ.સી. કંપનીના એડિશનલ જનરલ મૅનેજર વી.એ. પૂજારાએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૧૨-૬-૦૬ના રોજ સ્વામીશ્રીના દર્શને વડોદરા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના પ્રમુખ એન.કે. નાવડિયા, જિલ્લા પંચાયતના માજીપ્રમુખ રણજીતસિંહ રાઠવા તેમજ બરોડા ડેરી અને મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેનશ્રીઓ પધાર્યા હતા.
ભરૂચ ખાતે સત્સંગ લાભ આપીને સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા હતા.
|