|
ગોંડળમાં બાળકો-યુવકોની વિશિષ્ટસભામાં સ્વામીશ્રી
તા. ૨૮-૧-૨૦૦૭ના રોજ બી.એ.પી.એસ. શતાબ્દીના ઉપક્રમે બાળકોની વિશિષ્ટ સભા યોજાઈ હતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં શિશુમંડળે 'અમે નમણાં, અમે કુમળાં નાનકડાં શાં ફૂલ' એ ગીતના આધારે સુંદર ભક્તિનૃત્ય રજૂ કર્યું હતું. આજે શહેર અને ગ્રામ્ય વિભાગમાંથી ૩૦૦ જેટલાં બાળકો અને ૨૦૦ બાલિકાઓ પદયાત્રા કરીને દર્શને આવ્યાં હતાં. આ ઉપરાંત નાના મહિકા ગામથી પણ ૧૨ જેટલા પદયાત્રીઓ પણ આવ્યા હતા. સ્વામીશ્રી સ્મૃતિમંદિરમાં દર્શને પધાર્યા ત્યારે આ પદયાત્રી બાળકોએ સમૂહમાં શ્લોકગાન કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સંધ્યા સમયે રવિ સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ સ્થાનિક યુવકો અને કિશોરોએ 'સમસ્યા અને સમાધાન' વિષયક એક પરિસંવાદ-ગોષ્ઠિ રજૂ કરી હતી. આ પરિસંવાદના આધારે જ આશીર્વચનનો દોર સાધતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : ''આ બધી વાતોમાં, શાસ્ત્રોને out of date કરી દીધાં! ધર્મ ગમતો નથી, શાસ્ત્રોની વાતો ગમતી નથી, સંતપુરુષનો સત્સંગ ગમતો નથી, એટલે લોકો તેને out of date કહેõ. સિનેમા, જુગારખાનાં, દારૂના બાર, એ બધું out of date લાગે છે? શાસ્ત્રો, મોટાપુરુષ આપણું સમાધાન આપે છે, એટલે ભગવાન, સંત, શાસ્ત્રો, મંદિરો કોઈ દિવસ out date થતાં જ નથી. સત્યયુગથી બધું ચાલ્યું આવે છે. અત્યારે હજારો, લાખો એમનું ભજન કરે છે. out date થયું છે? રામાયણ લખાયું એને કેટલાં વર્ષ થયાં? છતાં રામાયણની કથા થાય છે તેમાં બેસીએ છીએ. out of date થયું હોય તો જઈએ ખરા? ભાગવત પણ out of date નથી થયું. સત્સંગિજીવન, વચનામૃત, સ્વામીની વાતો છે, એ મહાપુરુષો out of date થયા નથી, તો એમનાં શાસ્ત્રો ક્યાંથી out of date થાય!'
તા. ૨૯-૧-૨૦૦૭ના રોજ પૂજા દરમ્યાન મંચ ઉપર સ્થાપવામાં આવેલી વાંકાનેર મંદિરની મૂર્તિઓનો પ્રતિષ્ઠા-પૂર્વવિધિ કરવામાં આવ્યો હતો. પૂજા બાદ સ્વામીશ્રીએ આ મૂર્તિઓનું વિધિવત્ પૂજન-આરતી વગેરે કરીને તેમાં દિવ્યતાનો સંચાર કર્યો હતો.
તા. ૩૦-૧-૨૦૦૭ના રોજ સારંગપુરથી ધોરણ ૧૦ તથા ૧૨માં અભ્યાસ કરી રહેલા કુલ ૧૮૭ વિદ્યાર્થીઓ આજે દોડયાત્રા કરીને ઠાકોરજી તેમજ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. એક એક વિદ્યાર્થીના ભાગે બાર કિલોમિટર દોડવાનું આવતું હતું. વિશેષતા એ હતી કે એમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓએ એકાદશીનો નિર્જળ ઉપવાસ કર્યો હતો. વળી કેટલાક વિદ્યાર્થીઓ તો અડવાણે પગે દોડીને આવ્યા હતા. સ્વામીશ્રી તેમની આ ભક્તિથી પ્રસન્ન થયા હતા અને સૌ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત લીલાખાથી ૧૯, મોવૈયાથી ૧૦૨ તથા રાજકોટથી ૨ યુવકો પદયાત્રા કરીને સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
ગોંડળમાં બી.એ.પી.એસ. સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિકાસનાં સોપાનો સર કરી રહી છે ત્યારે તા. ૩૧-૧-૨૦૦૭ના રોજ અહીંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિરના ઉચ્ચતર માધ્યમિક વિભાગની નવી રચાઈ રહેલી એક ઈમારતનું સ્વામીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગોંડલની બાજુ ના રામોદ ગામના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓનું પ્રતિષ્ઠા-પૂર્વપૂજન કરીને સ્વામીશ્રીએ સર્વે સ્થાનિક હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
આજે સાટોડિયા અને યોગીનગરના ૮૭ જેટલાં બાઈભાઈ હરિભક્તો પદયાત્રા કરીને દર્શને આવ્યાં હતાં. સૌએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
|
|