Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દેવપોઢી એકાદશી

તા. ૨૬-૭-૦૭, ગુરુવારના રોજ ટોરન્ટોના હરિભક્તો-ભાવિકોને ચાતુર્માસના પ્રારંભે સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યનો લાભ પ્રાપ્ત થયો હતો. દેવપોઢી એકાદશીના આ પવિત્ર દિવસે સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને ઓન્ટારિયો સ્ટેટના પૂર્વ પ્રિમિયર (મુખ્યમંત્રી) અને લિબરલ પાર્ટીના અગ્રણી શ્રી બોબ રે, શ્રી આરલેન, ટોરન્ટો કોમ્યુનિટી ફાઉન્ડેશનના પ્રમુખ અને સી.ઈ.ઓ. શ્રી રાહુલ ભારદ્વાજ, ટોરન્ટો પ્લાઝા રેડીસન સ્વીટના પ્રેસિડન્ટ શ્રી હાર્પીટ શેટ્ટી, હર્ડસ કંપનીના રિજિયોનલ વાઇસ પ્રેસિડન્ટ શ્રી સ્ટીવન કોન્લીફ, સમાજસેવક શ્રી સંપત ઓડીએઝ, સામાજિક કાર્યકર બાધર મદન તથા રાજીવ દીપક રૂપારેલ ખાસ પધાર્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી સૌ મહાનુભાવોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.
આજે સ્વામીશ્રીના ટોરન્ટોના રોકાણનો અંતિમ દિવસ હતો. આજની સંધ્યા સત્સંગસભા ગુરુભક્તિદિન, સ્વયંસેવકદિન અને વિદાયદિન નિમિત્તેની સભા બની રહી. આ પ્રસંગે સભામાં વિશિષ્ટ કાર્યક્રમો રજૂ થયા હતા. સ્વયંસેવકોએ મંદિર નિર્માણના કાર્યમાં કરેલા પ્રચંડ પુરુષાર્થની ગાથા સ્લાઇડ શૉ દ્વારા રજૂ થઈ હતી. ત્યાર બાદ જ્ઞાનપ્રિય સ્વામીએ મંદિરનિર્માણના કાર્યમાં વિશેષ યોગદાતાઓનો આભાર માન્યો હતો. આ સૌ હરિભક્તોનું સ્વામીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ બાદ સ્થાનિક સંતોએ મહિલામંડળે બનાવેલા વિશિષ્ટ હાર સ્વામીશ્રીને અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સભાના અંતમાં ઉપસ્થિત સર્વ સંતો-ભક્તો પર આશીર્વચન વરસાવી સ્વામીશ્રીએ વિશેષ પ્રસન્નતા દર્શાવી હતી.
આશીર્વાદની સમાપ્તિ બાદ પ્રવક્તાએ મંદિર નિર્માણના કાર્યમાં યોગદાન આપનાર તમામ સંતોનો આભાર માન્યો હતો.               

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |