|
એડિસનમાં મહાનુભાવોના હૃદયોદ્ગાર
'મારા જીવનમાં આટલી ઊંડી શ્રદ્ધા અને આટલો આધ્યાત્મિક આનંદ મેં ક્યાંય જોયાં નથી. પ્રમુખસ્વામી મહારાજ સૌના પ્રેરણામૂર્તિ છે. તેઓએ સમગ્ર વિશ્વમાં કરેલા સત્કાર્યોથી પ્રેરાઈને હું આજે તેઓને 'કી ટુ ધ સિટી' આપું છુ _. એડિસન નગરની આ ચાવી અત્યાર સુધીમાં ફક્ત બે જ વ્યક્તિઓને આપવામાં આવી છે. એક અવકાશયાત્રી હતા અને બીજા સ્વામીશ્રી.'
- જૂન એચ. ચૂઈ
(એડિસન નગરના મેયર, ૮-૮-૦૭)
‘आपके साघु तथा स्वयंसेवक देश के लिए बहुत ही सेवा करतें है´। जहाँ भी मै´ जाता हूँ, वहाँ महसूस करता हूँ। पहले जब लंदन मंदिर हुआ, तब पता नही´ चला था कि मंदिर क्या है? लेकिन अब पता चला कि मंदिर से न केवल हरिभक्तो´ को लेकिन मन्दिर मे´ आनेवाले सभी को फायदा होता है। लंदन के आसपास ड्रग्स बहुत लिया जाता था, लेकिन मंदिर होने से ड्रग्स और दूसरे व्यसन भी कम हुए है´। आपकी संस्था देश के लिए बहुत मदद करती है। सबकी प्रेरणामूर्ति स्वामीश्री है´।'
- રોનન સેન (અમેરિકા ખાતેના ભારતીય એમ્બેસેડર, ૫-૮-૦૭)
'આપ જે કંઈ કાર્ય કરો છો એની સામાજિક અસર ઘણી છે, ને અદ્ભુત છે. મારી દૃષ્ટિએ આપની જે પ્રવૃત્તિ છે, એ વૈશ્વિક પ્રવૃત્તિ છે. આપે સંસ્કૃતિ માટે કેટલું અદ્ભુત કાર્ય કર્યું છે!'
- કેશવ વર્મા (વર્લ્ડ બૅન્ક, ૫-૮-૦૭)
'બી.એ.પી.એસ. સંસ્થાનું કાર્ય ભારતીય અમેરિકન ડાયસ્પોરા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. હિંદુ સંસ્કાર, હિંદુ વિચારધારા, હિંદુ સંસ્કૃતિના પ્રવર્તનમાં જે સંતોનું મોટું યોગદાન છે, એમાં પ્રમુખસ્વામી મહારાજ અગ્રેસર છે. અદ્ભુત મંદિરોનાં નિર્માણ કરીને તેઓએ તમામ લોકો માટે હિંદુત્વનાં ઉદાર મૂલ્યો અને વૈશ્વિક વિચારોનાં દ્વાર ઉઘાડી આપ્યાં છે. સૌને આકર્ષણ થાય એવું અદ્ભુત કાર્ય કર્યું છે.'
- ડૉ. હેમંત પટેલ (અમેરિકામાં વસતા ૪૨૦૦૦ જેટલા ભારતીય ડૉક્ટરોની સંસ્થા 'આપી'ના ચૅરમૅન, ૫-૮-૦૭)
'ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર પ્રમુખસ્વામી મહારાજને અને એમની સંસ્થાને નોબેલપ્રાઇસ મળવું જ જોઈએ. એમના દિવ્ય વ્યક્તિત્વ અને જીવન-કાર્યથી સમગ્ર વિશ્વ લાભાન્વિત થયું છે.'
- ડૉ. નવીનભાઈ મહેતા
(ખ્યાતનામ ઈ.એન.ટી. સર્જન, પ્રમુખ, ભારતીય વિદ્યાભવન, ન્યૂજર્સી, ૫-૮-૦૭)
|
|