નીલકંઠવણી દિન તા. ૪-૨-૦૯ના રોજ મંદિરના માહોલમાં નીલકંઠવણી દિન છવાઈરહ્યો હતો. નીલકંઠ વણીની યાદ ડગલે ને પગલે થાય એવું આયોજન પણ થયું હતું. લીંબડા નીચે ઘનશ્યામ મહારાજના જન્મનો આનંદ મનાવતા બાળકો 'ધર્મઘેર આનંદ ભયો'ના નારા સાથે નૃત્ય કરી રહ્યા હતા. નજીકમાં પારણું ઝૂલી રહ્યું હતું. સ્વામીશ્રીએ બે હાથમાં એક એક દોરી પકડીને એક સાથે પારણું ઝુલાવીને વિશિષ્ટ સ્મૃતિ આપી. અભિષેક મંડપમાં વડોદરામાં અમીચંદ શેઠે ભોજન જમાડ્યા હતા એ દૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. સભામંડપમાં પાર્શ્વભૂમાં લોજની વાવ ઉપર પધારેલા નીલકંઠનું દૃશ્ય રચવામાં આવ્યું હતું. આજના દિવસે વડોદરાનાં વિવિધ પરાંઓમાંથી લગભગ ૧૫૦૦ જેટલાં બાઈભાઈઓ નીલકંઠ વણીની યાત્રાનું સ્મરણકરતાં કરતાં પદયાત્રા કરીને અહીં આવ્યાં હતાં. પ્રાતઃપૂજામાં પણ નીલકંઠવણીની સ્મૃતિ કરાવતાં પદો ગવાયાં. |
||