|
ગુણાતીતનગર(ભાદરા)માં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૧૪-૫-૨૦૧૦ થી તા. ૨૫-૫-૨૦૧૦ સુધી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન તીર્થધામ ભાદરામાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે દિવ્ય સત્સંગલાભ આપ્યો હતો.
આ પૂર્વે તા. ૧૪-૫-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ જામનગરના બી.એ.પી.એસ. મંદિરના પ્રથમ સ્તંભ આરોપણનો વિધિ પણ કર્યો હતો. તા. ૧૮ અને ૧૯, મે, દરમ્યાન સ્વામીશ્રીએ ભાદરા ખાતે ભવ્ય શિખરબદ્ધ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે યોજાયેલ વિશ્વશાંતિ મહાયાગ, ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિપ્રતિષ્ઠાની દિવ્ય સ્મૃતિઓ આબાલવૃદ્ધ સૌ કોઈના હૈયે સદાયને માટે કંડારાઈ ગઈ હતી.
તા. ૨૦-૫-૨૦૧૦થી આરંભાયેલી 'અક્ષરપુરુષોત્તમ માહાત્મ્ય' ગ્રંથની પારાયણનો લાભ આ જ ગ્રંથના રચયિતા શ્રુતિપ્રકાશ સ્વામીના મુખેથી પ્રાપ્ત કરી સૌ કોઈ ધન્ય બન્યા હતા. તા. ૨૩-૫-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રચાયેલ નૂતન સંસ્કારધામની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી.
|
|