Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

જામનગરમાં સ્વામીશ્રી...

તા અમદાવાદના હરિભક્તોને સતત ૨૮ દિવસ સુધી સત્સંગનો દિવ્ય લાભ આપી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૪-૫-૨૦૧૦ના રોજ સાંજે ૪.૦૦ વાગે ભાદરા જવા વિદાય લીધી. અમદાવાદથી સ્વામીશ્રી હવાઈ જહાજ દ્વારા સાંજે ૫.૩૫ વાગે જામનગર પધાર્યા. હવાઈ મથકના અધિકારીઓએ હવાઈ મથક પર સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અહીંથી સ્વામીશ્રી જામનગરમાં નિર્માણાધીન બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ મંદિરની ભૂમિ પર પધાર્યા. મંદિરની વિશાળ ભૂમિ પર સ્વામીશ્રીના દર્શનની એક ઝલક મેળવવા માટે હજારો હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. સ્વામીશ્રીનું આગમન થતાં જ સૌએ જયનાદોથી સ્વામીશ્રીને વધાવ્યા. જામનગર બાળમંડળના બાળકોએ પુષ્પોથી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું.
સ્વામીશ્રીના આગમન પૂર્વે અહીં રચાનાર નૂતન બી.એ.પી.એસ સ્વામિ-નારાયણ મંદિરના મંડપના પ્રથમ સ્તંભની પ્રતિષ્ઠા નિમિત્તેનો મહાપૂજા વિધિ પૂર્ણ થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ વેદોક્ત-વિધિપૂર્વક આ સ્તંભનું પૂજન કરી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. સ્વામીશ્રીએ પૂજન કરેલા આ સ્તંભનું વિવેકસાગર સ્વામીએ મંદિરમાં સ્થાપન કર્યું હતું. માત્ર અડધા કલાકના રોકાણ દરમ્યાન સૌને વિશિષ્ટ દર્શનલાભ આપી સાંજના ૬.૩૦ કલાકે સ્વામીશ્રીએ જામનગરથી ભાદરા જવા વિદાય લીધી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |