Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રબોધિની એકાદશી

તા. ૧૭-૧૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીની પાવન નિશ્રામાં રાજકોટ ખાતે કાર્તિક સુદ ૧૧ એટલે કે દેવ-પ્રબોધિની એકાદશીનો ઉત્સવ ભક્તિસભર વાતાવરણમાં ઊજવાઈ ગયો. આ ઉત્સવમાં ઠાકોરજી સમક્ષ વિવિધ લીલાં શાકભાજીનો કૂટ રચવાનો વિશેષ મહિમા છે. પ્રાતઃપૂજા પૂર્વે સ્વામીશ્રી જ્યારે મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે જુદાં જુદાં શાકના પ્રતીકરૂપ વિવિધ મહોરાંઓ પહેરીને ઊભેલા યુðવકોએ સ્વામીશ્રીને ïવધાવ્યા. મંદિરમાં તથા અભિષેક મંડપમ્‌માં ઠાકોરજી સમક્ષ શાકભાજી, સૂકો મેવો અને તેજાના તથા વિવિધ ફળોનો કૂટ રચવામાં આવ્યો હતો. સંતો-હરિભક્તોની આવી વિશિષ્ટ ભક્તિનાં દર્શન કરી સ્વામીશ્રી પ્રસન્ન થયા.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ આજના ઉત્સવની વિશિષ્ટ સભાનો આરંભ થયો. સભાગૃહના મંચ પર ઉત્સવનો માહોલ દૃશ્યમાન થતો હતો. નિર્દોષમૂર્તિ સ્વામીના માર્ગદર્શન હેઠળ યુવકોએ ભાતભાતનાં શાકનાં અદ્‌ભુત સંયોજનો રચ્યાં હતાં. સ્વામીશ્રીના આસનની બરાબર પાછળ એક સુંદર હાટડી રચવામાં આવી હતી, જેમાં મહારાજ અને સ્વામી વિરાજમાન હતા. મંચ પર જાણે આખું બજાર ખડું થયું હોય એવું સુંદર દૃશ્ય શોભી રહ્યું હતું.
પ્રાતઃપૂજા દરમ્યાન શ્રી બિહારીભાઈ ગઢવી તથા શ્રી જયદીપભાઈ સ્વાદિયાએ કીર્તનભક્તિ રજૂ કરી. સ્થાનિક યુવક શ્રી યજ્ઞેશ મકવાણાએ 'આવી આવી પ્રબોધિની આજ એકાદશી અજવાળી...' ઉત્સવપદનું ગાન કર્યું. જુદાં જુદાં શાકની જુદી જુદી વિશેષતાઓ વણી લેતા અને ઊપડતી લયના આ કીર્તનગાન દરમ્યાન સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને દિવ્ય સ્મૃતિઓ આપી હતી. ત્યારબાદ વિવિધ સત્સંગ-મંડળોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલાં હાર તથા ચાદર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યાં.
પ્રાતઃપૂજા બાદ યોજાયેલી ઉત્સવ-સભામાં આશીર્વાદ વર્ષાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું :
'આજના શાકોત્સવની પણ જય. આજે શાકોત્સવની ઉજવણી થઈ. ઠાકોરજી આગળ હાટડી કરી, બધાએ જે ભક્તિ કરી છે એ બધાને ખૂબ ધન્યવાદ છે. ભગવાન માટે શું ન થાય ? અંતરના ભાવથી જે કંઈ ભક્તિ કરવામાં આવે છે એ નાની હોય કે મોટી હોય, પણ એનાથી ભગવાન રાજી થાય છે. ભગવાન માહાત્મ્ય સહિતની ભક્તિથી રાજી છે. ઠાકોરજી સમક્ષ હાટડી પૂરવી ને શાક લાવીને પૂરવાં એ અંતરનો ભાવ હોય તો થાય છે. આપણને ભગવાને આપ્યું છે ને ભગવાનને અર્પણ કરવાનું છે એ આપણી ભક્તિ છે. આપણું કાંઈ છે નહીં. ભગવાને આપણને શરીર, બુદ્ધિ-શક્તિ અને બધી કળાઓ આપી છે. આ કળાનો ઉપયોગ લોકોને રાજી કરવા કરતા હોઈએ તો એનાથી કાંઈ અંતરમાં શાંતિ ન થાય. પણ અંતરના ભાવથી ભગવાન રાજી થાય છે. થોડું પણ ભગવાન માટે થાય એ આપણા માટે સુખમય છે. સારી જમીનમાં વાવીએ તો થોડું હોય તો પણ ઝાઝું થઈ જાય. એમ ભગવાન અલ્પ વસ્તુને પણ મહાન માની લે છે.
'થષશ્ષિˆહ્લદસ્ર્ષષીંદુ»÷તૂસબશ્ લ્Ùðશ્િô તસक्तષ્ટ થષઢરુ।' માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની ભક્તિ થાય તો ભગવાન રાજી થઈ જાય છે. સેવા નાની છે, પણ એનું માહાત્મ્ય છે કે આ ભગવાન માટે કરું છું. જે ભગવાનનો માર્ગ છે એમાં અલ્પ હોય એ પણ મહાન થઈ જાય છે. 'કંચન મહોલ કર્યા સુખકારી, સંતપુરુષની સેવા...' ભગવાન કોઈને ભૂલતા નથી. કેટલીક વખતે આપણને થાય આટલી ભક્તિ કરી ને કેમ થયું નહીં? પણ ભગવાન બધું કરે જ છે, આપે જ છે, પણ જેમાંથી આપણને બંધન થાય એવું નથી આપતા, જેમાંથી આપણો મોક્ષ થાય એવી બધી વસ્તુ આપે છે. આપણા જીવમાંથી અજ્ઞાન કાઢે છે, મોહ કાઢે છે, આ લોકની મમતાઓ કાઢે છે, જે જે આસક્તિઓ છે એ ટાળે છે અને સારી રીતે પોતાનું ધામ આપે છે. મહિમા સહિત જો સેવા કરીએ તો ભગવાન રાજી થાય.
એક ભગવાન જ સર્વ જીવોના જીવનપ્રાણ છે. દાદાખાચર મહિમા સમજ્યા તો તેમણે બધું જ આપી દીધું. ભગવાનની આવી ભક્તિ કરે, સમર્પણ કરે તેની ભગવાન કસોટી પણ લેતા હોય છે. સોની સોનાની કસોટી કરે, એમ ભગવાન પણ ભક્તની કસોટી લઈ લે છે. નરસિંહ મહેતા ભક્ત થયા તો ભગવાને તેમની કસોટી લીધી. એટલે ભક્તની કસોટી તો થાય છે. નિશાળમાં જે ભણતો હોય એની પરીક્ષા લેવાય. આપણે ભગવાનના થયા છીએ તો કેટલીક વખત આપણી પરીક્ષા લે, દાણો દબાવે છે. તે ઘડીએ આપણને થાય કે આવું કેમ કરે છે ?
પણ જેને માહાત્મ્ય સહિત ભક્તિ થઈ છે એને કોઈ દુઃખ લાગતું નથી. આનંદ, આનંદ ને આનંદ. સામાન્ય હોય પણ ઉત્સાહ, ઉત્સાહ ને ઉત્સાહ જ હોય છે. ભગવાનને અર્થે કરેલું નિષ્ફળ જતું નથી. સત્સંગ થયો છે તો એને આપણે સાચવવાનો છે. મહારાજ સર્વને તને, મને, ધને સુખિયા કરે, સૌમાં સંપ, સુહૃદભાવ ને એકતા રહે ને મહિમાએ સહિત ભક્તિ થાય, આજ્ઞા-ઉપાસના-સદ્‌ભાવ ને પક્ષ દૃઢ થાય, આ જ્ઞાનથી સર્વ સુખિયા થયા છો ને વધારે સુખિયા કરે ને આવી ભક્તિ થયા કરે તે આશીર્વાદ છે.' આશીર્વાદની સમાપ્તિ બાદ સ્વામીશ્રીએ મંચ પર ગોઠવાયેલી હાટડીનું નિરીક્ષણ કરી જુદાં જુદાં શાકભાજી હાથમાં લઈ સૌને નિદર્શિત કરી અદ્‌ભુત સ્મૃતિ આપી હતી.
તા. ૧૮-૧૧-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ રાજકોટથી બોચાસણ જવા માટે વિદાય લીધી. માર્ગમાં લીંબડી ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી, લીંબડીના હરિભક્તો-ભાવિકોને દર્શનનું સુખ આપી બરાબર ૧૨-૨૦ વાગે સ્વામીશ્રી બોચાસણ પધાર્યા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |